Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

ઘરેલુ હિંસાના કેસમાં વિપ્ર પરિણિતાને વચગાળાના પ૦૦૦ ની ખોરાકી ચુકવવા હુકમ

રાજકોટ તા. રર : પત્ની નોકરી કરતી હોય છતાં પુરતી આવક ન હોય તો ડોમેસ્ટીક વાયોલેન્સ એકટ મુજબ પતી ભરણ પોષણ ચુકવવા જવાબદાર છે. વચગાળા પતીને પ૦૦૦/- ભરણ પોષણનો હુકમ અદાલતે કર્યો હતો.

અહીના રેલ્વેસ્ટેશન પાસે આવેલ હંસરાજનગર ખાતે રહેતી પરણીતા શીવાનીબેનના લગ્ન રાજકોટ ખાતે ર/૪ રાવળનગર મોદી સ્કુલ પાછળ ૧પ૦ ફુટ રોડ પર રહેતા પતી હાર્દિકભાઇ રમેશભાઇ યાજ્ઞીક સાથે સને ર૦૧૮ માં થયેલ હતા અને આ પછી પરણીતા પોતાના પતીના ઘરે સાસરે રહેવા ગયેલ હતી.

આ પછી પતી-પત્ની વચ્ચે અણબનાવ થતાં પરણીતા પોતાના માવતરે પરત ફરેલ હતી અને તેણે રાજકોટની ફોજદારી અદાલતમાં (૧) પતીઃ હાર્દિકભાઇ રમેશભાઇ યાજ્ઞીક (ર) સાસુ રીનાબેન રમેશભાઇ યાજ્ઞીક તથા (૩) સસરા રમેશભાઇ ભાનુપ્રસાદ યાજ્ઞીક સામે તેના આ સાસરાના સભ્યોએ એક સંપ કરી તેના ઉપર ઘરેલુ હિંસા આચરી તેનો ત્યાગ કરેલ છે તેવા સાસરીયા સામે આક્ષેપ વાળી અરજી પોતાના વકીલ અંતાણી મારફતે દાખલ કરેલ હતી.

પરણીતાએ અરજીમાં જણાવી આપેલ કે તે રાજકોટની એક ખાનગી શાળામાં માનદ વેતનથી નોકરી રે છે અને માસીક રૂ.પ૦૦૦/- પંચ હજારનો પગાર મેળવે છે તથા પરણીતાએ એવી પણ જાહેરાત અરજીમાં કરી આપેલ કે પોતે વકીલાતની સનંદ મેળવેલ છે. છતા હજી તેણે વકીલાતની પ્રેકટીસ શરૂ કરેલ નથી અન ેતેને તેમાથી કોઇ આવક થતી નથી.

ત્યારબાદ વચગાળાની અરજી ચાલવા પર આવતા અંતાણીએ અરજદાર પત્ની તરફે લંબાણ પૂર્વકની દલીલો રજુ કરેલ અને આ તમામ દલીલથી સહમત થઇ રાજકોટની ફોજદારી અદાલતે પત્નીને પતીએ કેસ ચાલે તે સમય દરમ્યાન હુકમની તારીખથી પ૦૦૦ દરમહીને ભરણ પોષણના ચુકવવા તેવો હુકમ ફરમાવેલ છે.

ઉપરોકત કેસમાં અરજદાર પરણીતા શીવાનીબેન વતી રાજકોટના લગ્ન વિષયક કાયદાના નીષ્ણાત એડવોકેટ સંદીપ કે. અંતાણી તથા સમીમબેન કુરેશી વકીલ તરીકે રોકાયેલ હતા.

(3:12 pm IST)