Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

આશાપુરાનગરમાં પટેલ વૃધ્ધ સંચાલીત જુગાર ધામ પર દરોડોઃ ચાર પકડાયા

મકાન માલીક ધીરૂ પટોડીયા, રાવત આહીર, લાલજી સોલંકી અને કિશોર લીંબાસીયાની ધરપકડ

રાજકોટ,તા.૨૨: શહેરના કોઠારિયા રોડ પર આશાપુરાનગરમાં પટેલ વૃધ્ધ સંચાલીત જુગારધામ પર ભકિતનગર પોલીસે દરોડો પાડી જુગાર રમતા ચાર શખ્સોને પકડી લીધા છે.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સુચનાથી ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વી.કે.ગઢવી ના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.બી.જેબલીયા તથા હેડ કોન્સ વિક્રમભાઇ, રણજીતભાઇ, પ્રતાપભાઇ, દેવાભાઇ, ભાવેશભાઇ, મનીષભાઇ, વાલજીભાઇ, હિતેષભાઇ તથા રાજેશભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમીના આધારે કોઠારિયા રોડ આશાપુરા નગર શેરી નં. ૧૪ પટેલ વૃધ્ધના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાન માલીક ધીરૂભાઇ પાચાભાઇ પટોડીયા (ઉવ.૬૨)(રહે.આશાપુરાનગર શેરીનં. ૧૪) માન સરોવર પાર્કના રાવત કરશનભાઇ આહીર (ઉવ. ૬૦), આશાપુરાનગર લાલજીભાઇ નાનજીભાઇ સોલંકી (ઉવ. ૫૦) અને આશાપુરાનગરના કિશોર જયંતિભાઇ લીંબાસીયા (ઉવ. ૩૫)ને પકડી લઇ રૂ. ૧૦,૮૫૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(3:11 pm IST)