Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

મોટા મવામાં ઉછીના પૈસા ન આપતાં હિતેષ દાફડા પર ગિરધરનો હુમલો

રાજકોટ તા. ૨૨: મોટા મવા નવાપરામાં રહેતાં અને છુટક કામ કરતાં હિતેષ જગદીશભાઇ દાફડા (ઉ.૨૪) પર પંચાયત ઓફિસ પાસે ગિરધર દાફડાએ કોઇ હથીયારથી હુમલો કરતાં ઇજા થતાં સારવાર લેવી પડી હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે તાલુકા પોલીસને જાણ કરી હતી. હિતેષના ભાઇ ભાવીનભાઇના કહેવા મુજબ ગિરધરે પોતાની કરિયાણાની દુકાને આવી ઉછીના પૈસા માંગ્યા હતાં. ના પાડતાં આ ડખ્ખો કર્યો હતો.

(1:02 pm IST)