Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

શ્રી નંદન કુરીયરને ગુજરાત બ્રાન્ડ લીડરશીપ એવોર્ડ-૨૦૧૯

ગ્રાહકોને કેન્દ્રસ્થાને રાખી કુરીયર સર્વિસમાં કંઈક નવુ આપવાનો પ્રયત્ન કર્યો : ડાયરેકટર રમેશ ભોગાયતા

Alternative text - include a link to the PDF!

રાજકોટ : ગુજરાત ઓકટોબર-૨૦૧૯ ગુજરાત સહિત દેશમાં ૭૫૦ થી વધુ બ્રાન્ચો ધરાવતી નં.૧ અને ગ્રાહકોની વિશ્વાસ પાત્ર એવી એક માત્ર કુરિયર કંપની શ્રી નંદન કુરિયરની યશકલગીમાં વધુ એક છોગુ ઉમેરાયુ છે. તાજેતરમાં શ્રી નંદન કુરિયર કંપનીને ગુજરાત બ્રાન્ડ લીડરશીપ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. ભારતના જાણીતા અને મોટા મિડીયા ગુપ એવા એબીપી ન્યુઝ નેટવર્કની ગુજરાતી ન્યુઝ ચેનલ એબીપી અરિમિતા દ્વારા યોજાયેલી ગુજરાત બ્રાન્ડ લીડરશીપ એવોર્ડ્ઝની સેકન્ડ એડીશનમાં શ્રી નંદન કુરિયર કંપનીને ૨૦૧૯નો બ્રાન્ડ લીડરશીપ એવોર્ડ મળ્યો છે.

અમદાવાદમાં યોજાયેલા ગુજરાત બ્રાન્ડ લીડરશીપ એવોર્ડઝ સમારોહમાં લીડરશીપ એવોર્ડને મેળવ્યા બાદ આ અંગે શ્રી નંદન કુરિયર કંપનીના ડાયરેકટર રમેશ ભોગાયતાએ જણાવ્યું કે શ્રી નંદન કુરિયર સર્વિસ આજે ગ્રાહકોના વિશ્વાસથી એક આગવી બ્રાન્ડ બની ગઈ છે અને બ્રાન્ડ લીડરશીપનો એવોર્ડ મેળવતા અમને ખૂબ જ ખુશીનો અનુભવ થયો છે. આ એવોડ પાછળ કર્મચારીઓ તેમજ માનવંતા ગ્રાહકોનો મોટો ફાળો છે. શ્રી નંદન કુરિયર સર્વિસ કંપની દ્વારા કયારેય પણ બીજાથી આગળ નીકળવાની કે વધુને વધુ બ્રાન્ચો ખોલી નેટવર્ક ઉભુ કરવાની સ્પર્ધા નથી કરી, પરંતુ હંમેશા ગ્રાહકને જ કેન્દ્ર સ્થાને રાખી કુરિયર સર્વિસમાં કંઈક નવું આપવાનો પ્રયત્ન કર્યો છે. જેના લીધે જ આજે કુરિયર સર્વિસમાં શ્રી નંદન એક બ્રાન્ડ લીડર બની છે.

શ્રી નંદન કુરિયર કંપનીની સ્થાપના થયાના હજુ માત્ર છ જ વર્ષ થયા છે અને છ વર્ષના ટૂંકા ગાળામાં શ્રી નંદન કુરિયરે સારી એવી સફળતા મેળવવા સાથે અનેક સિદ્ઘિઓ હાંસલ કરી છે અને આજે ગુજરાતમાં કુરિયર સર્વિસનો પર્યાય બની ચૂકેલી શ્રી નંદન કુરિયર પ્રાઈવેટ લિમીટેડમાંથી લિમીટેડ કંપની બનનારી ગુજરાતની એક માત્ર કંપની છે. આ ઉપરાંત શ્રી નંદન કુરિયરને ભારતના વિવિધ જાણીતા અને મોટા મિડોયા ગુપ દ્વારા અનેક એવોડ મળી ચૂકયા છે. જેમાં ખાસ કરીને દિવ્યભાસ્કર પ્રિન્ટ મિડીયા ગ્રુપના એમિનન્સ એવોડ ૨૦૧૮ થી પણ શ્રી નંદન કુરિયરને નવાજવામાં આવી છે. આ ઉપરાંત ટીવી-૯ મિડીયા ગ્રુપ દ્વારા કોપરિટ સોશ્યલ રિસ્પોન્સિબિલીટી એકસલેન્ટ એવોર્ડથી પણ શ્રી નંદન કુરિયર કંપનીને સમ્માનિત કરવામાં આવી છે.

(1:01 pm IST)