Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

કુવાડવા પોલીસે ખીજડીયા ગામની સીમમાંથી કોળી પિતા-પુત્રને ૫.૩૬ લાખના વિદેશી દારૂ સાથે દબોચ્યા

દિવાળી ટાણે બુટલેગરો પર ધોંસઃ ત્રણ દરોડામાં કુલ ૬ાા લાખનો દારૂ કબ્જે : કુવાડવાના મનિષભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા અને અજીતભાઇ લોખીલની બાતમીઃ ક્રાઇમ બ્રાંચના અનિલભાઇ સોનારા, નિશાંતભાઇ અને મહેશભાઇ મંઢની બાતમી તથા પીએસઆઇ અંસારી, જીતુભા ઝલા, વિજેન્દ્રસિંહ ઝાલા અને ફિરોઝભાઇ રાઠોડની બાતમી પરથી દરોડા : ક્રાઇમ બ્રાંચની ટીમોના બે દરોડામાં ૧.૧૫ લાખનો દારૂ જપ્ત કર્યો

રાજકોટ તા. ૨૨: દિવાળીના તહેવાર પર બુટલેગરો કમાઇ લેવા મેદાને પડ્યા છે. ત્યારે પોલીસ પણ સતત દરોડા પાડી રહી છે. કુવાડવા પોલીસ અને ક્રાઇમ બ્રાંચે ત્રણ દરોડામાં ૬ાા લાખના વિદેશી દારૂ સાથે ચાર શખ્સોને પકડ્યા છે. જેમાં કુવાડવા પોલીસે ખીજડીયાની સીમમાંથી મુળ મોટી મોલડીના કોળી પિતા-પુત્રને રૂ. ૫.૩૬ લાખના દારૂ સાથે તથા ક્રાઇમ બ્રાંચની બે અલગ-અલગ ટીમોએ મયુરનગરમાંથી એક શખ્સને રૂ. ૭૯૨૦૦ના દારૂ સાથે તથા માલિયાસણ પાસેથી એક શખ્સને ૩૬ હજારનો દારૂ ભરેલી કાર સાથે પકડી લીધો હતો.

કુવાડવા પોલીસનો દરોડો

કુવાડવાની ટીમ નાઇટ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. મનિષભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા અને અજીતભાઇ લોખીલને મળેલી બાતમી પરથી ખીજડીયા ગામની સીમમાં ભરતભાઇ રજપૂતની વાડીએ દરોડો પાડી મુળ ચોટીલાના મોટી મોલડીના હાલ ખીજડીયામાં ભરતભાઇ રાજપૂતની વાડી રાખી વાવેતર કરતાં રમેશ જેશાભાઇ મેઘાણી (કોળી) (ઉ.૪૦) તથા તેના પુત્ર ભરત રમેશભાઇ મેઘાણી (ઉ.૨૧)ને રૂ. ૫,૩૬,૪૦૦ના ૧૭૮૮ નંગ દારૂની બોટલો (૧૪૯ પેટી) સાથે પકડી લઇ બે મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૫,૪૬,૯૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બંને પિતા-પુત્રએ દિવાળીના તહેવારમાં કમાઇ લેવા માટે વાડી માલિકની જાણ બહાર ગત રાતે જ 'માલ' ઉતાર્યો હતો. છુટક-છુટક બુટલેગરો મારફત કટીંગ થાય એ પહેલા પોલીસ ત્રાટકી હતી.

પી.આઇ. એમ.આર. પરમાર, પીએસઆઇ એમ. કે. ઝાલા, હેડકોન્સ. બી.ડી. ભરવાડ, કોન્સ. દિલીપભાઇ આયદાનભાઇ બોરીચા, મનિષભાઇ ચાવડા, અજીતભાઇ ભાનુભાઇ લોખીલ, રઘુવીર ઇશરાણીની ટીમે આ દરોડો પાડ્યો હતો.

મયુરનગરમાં ક્રાઇમ બ્રાંચનો દરોડો

પી.આઇ. એચ.એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એ.એસ. સોનારા, હેડકોન્સ. સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા, નિલેષભાઇ ડામોર, કોન્સ. અજીતસિંહ પરમાર, હરદેવસિંહ રાણા, મહેશભાઇ મંઢ, નિશાંતભાઇ પરમારની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે અનિલભાઇ, નિશાંતભાઇ અને મહેશભાઇની બાતમી પરથી રાજમોતી મીલ પાસે મયુરનગર મેઇન રોડપર દરોડો પાડી ધવલ કિશોરભાઇ માલકીયા (ઉ.૨૧)ને રૂ. ૭૯૨૦૦ના ૧૯૨ બોટલ દારૂ સાથે પકડી લેવાયો હતો.

એસીપી ક્રાઇમની ટીમનો દરોડો

એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાની રાહબરીમાં પીએસઆઇ એમ.એસ. અંસારી, એસઓજીના જીતુભા ઝાલા, વિજેન્દ્રસિંહ ઝાલા અને ફિરોઝભાઇ રાઠોડની બાતમી પરથી આ તમામ તથા એએસઆઇ જગદીશભાઇ કિહોર, ભુપતભાઇ દેસાઇ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, પ્રતાપસિંહ મોયા, ક્રિપાલસિંહ જાડેજા, સુધીરસિંહ જાડેજાએ માલિયાસણ બાયપાસ ત્રણ રસ્તા પાસેથી રાહીનો કાર જીજે૦૩સીએ-૫૩૦૩ અટકાવી  તલાશી લેતાં અંદરથી રૂ. ૩૬૦૦૦નો ૧૨૦ બોટલ દારૂ મળતાં ચાલક દિપક ઉર્ફ લાલો વિનોદરાય કડેચા (ઉ.૩૨-રહે. ગુરૂજીનગર આવાસ યોજના કવાર્ટર નં. ૩૮૬)ની ધરપકડ કરી દારૂ-કાર મળી રૂ. ૧,૮૬,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. આમ કુલ ત્રણ દરોડામાં ચાર શખ્સોને પકડી કુલ ૬ાા લાખનો દારૂ કબ્જે કરાયો હતો.

(11:38 am IST)