Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

૭મીએ રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત-બાંગલાદેશ વચ્ચે ટી-૨૦ મુકાબલો : ૪થીએ બંને ટીમોનું રાજકોટમાં આગમન

બાંગ્લાદેશની ટીમ સવારે પ્રેકિટસ કરશે અને સેશનમાં ઇન્ડિયન ટીમ પરસેવો પાડશે

રાજકોટઃ રાજકોટના જામનગર રોડ સ્થિત ખંડેરી ક્રિકેટ સ્ટેડિયમમાં દિવાળી બાદ એટલે કે ૭ નવેમ્બરમાંના રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી-૨૦ ક્રિકેટ મેચ યોજાશે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા બન્ને ટીમોનું પ્રેકિટસ શેડ્યુલ  જાહેર કરવામાં આવ્યું છે. જે અનુસાર ૪ નવેમ્બરના રોજ બન્ને ક્રિકેટ ટિમો ચાર્ટર પ્લેન મારફતે દિલ્હીથી રાજકોટ પહોંચશે. ત્યારબાદ ૫ અને ૬ નવેમ્બરે બાંગ્લાદેશની ટિમ સવારના સેશનમાં પ્રેકિટસ કરશે ત્યારબાદ સાંજના સેશનમાં ઇન્ડિયન ટિમ પોતાનો પરસેવો પાડશે.

આ મેચ નિહાળવા માટેની ટિકિટનું ઓનલાઈન વહેંચાણ ૨૧ ઓકટોમ્બરથી થશે. જયારે ટિકિટ વહેંચાણ અર્થે કાઉન્ટર પણ ખોલવામાં આવશે. સામાન્ય રીતે ટિકિટનો ભાવ રૂ.૪૦૦થી લઈને ૬ હજાર સુધીનો જોવા મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશની ક્રિકેટ ટિમ રાજકોટને આંગણે પ્રથમવાર ક્રિકેટ મેચ રમનાર છે. જયારે લાંબા સમય બાદ રાજકોટમાં ઓન આંતરરાષ્ટ્રીય ટી-૨૦ મેચ યોજવાનો છે. જેને લાઈમે ક્રિકેટપ્રેમીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

(1:07 pm IST)