Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો છબરડો !:બીકોમની પરીક્ષામાં અંગ્રેજીના પેપરમાં 70ની જગ્યાએ 60 માર્કનું પૂછાયું

પેપર સેટરની ગંભીર ભૂલ કે પ્રિન્ટ મિસ્ટેક ?:જબરી ફજેતી

 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમ તબક્કાની પરીક્ષામાં છબરડો બહાર આવ્યો છે બીકોમ સેમેસ્ટર-5નાં  અંગ્રેજી  વિષયના પેપરમાં 70 માર્કને બદલે 60 માર્કનું પેપર કાઢવામાં આવ્યું. છબરડો સામે આવતાં યુનિવર્સિટી સત્તાધીશોએ માર્ક સેટ કર્યા હતા  70 માર્કનું પેપર કરવા યુનિવર્સિટીએ 10 માર્કની ટૂંક નોંધ 20 માર્કની કરાવી દીધી હતી પેપર સેટરની ગંભીર ભૂલ કે પછી પ્રિન્ટ મિસ્ટેક. વાતની ચર્ચાએ જોર પકડ્યું છે.

(9:51 pm IST)