Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

ક્ષત્રિય મહિલા રાસોત્સવ સંપન્નઃ રાજાબાવાશ્રીની ઉપસ્થિતિ

રાજકોટઃ ક્ષત્રીય મહિલા રાસોત્સવનું માતાના મઢ ગાદીપતિ રાજબાવાશ્રીની પ્રેરક ઉપસ્થિતિ મા રંગે ચંગે સમાપન થયું છે. ગોંડલ સ્ટેટ ના રાજવી હિમાંશુસિંહ જાડેજા, ગોંડલ ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા , ગુજરાત કોંગ્રેસ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલા તેમજ માતા ના મઢ ના ટ્રસ્ટી ભરતસિંહ જાડેજા ખાસ હાજર રહ્યા હતા. રાસોત્સવ મા દિકરીબાઓને લાખેણા ઇનામોની ભેટો આપવામાં આવી હતી. શ્રી રાજપૂત કરણીસેના આયોજીત ક્ષત્રીય મહિલા રાસોત્સવ ૨૦૧૮માં મઢના ગાદીપતિ રાજબાવા યોગેન્દ્રસિંહનો જન્મદિન હોય  કેક અને આતશબાજી કરી ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ શ્રીમતિ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા તેમજ ક્ષત્રિય સમાજના મહિલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.   આ કાર્યક્રમ ને સફળ બનાવવા શ્રી રાજપૂત કરણીસેના રાજકોટ ટીમ ના જે.પી.જાડેજા, ભરતસિંહ જાડેજા, રણજીતસિંહ જાડેજા, ક્રિપાલસિંહ ઝાલા, જયકિશન ઝાલા, વિરેન્દ્રસિંહ ઝાલા , સત્યેન્દ્રભાઈ ખાચર, શિવરાજભાઈ ખાચર, દિલીપસિંહ જાડેજા, કૃષ્ણસિંહ જાડેજા, અજયસિંહ જાડેજા, શકિતસિંહ પરમાર, યશપાલસિંહ જાડેજા,  માલદેવસિંહ જાડેજા, સિદ્ઘરાજ જાડેજા, શકિતસિંહ ઝાલા, શિવરાજસિંહ ઝાલા, હિતેન્દ્રસિંહ ઝાલા, ચન્દ્રદીપસિંહ જાડેજા તેમજ રૂદ્રશકિત ક્ષત્રીય મહિલા સેવાકીય સંસ્થાનના બહેનોએ જહેમત ઉઠાવી હતી.

(4:06 pm IST)
  • એસસી/એસટી એક્ટમાં થયેલા નવા સુધારાને પડકારતી અરજીઓ ઉપર ૨૬ ઓક્ટોબર સુધીમાં જવાબ રજૂ કરવા સુપ્રીમ કોર્ટ આદેશ આપ્યો છે access_time 1:19 am IST

  • બનાસકાંઠા: વાવ પંથકમાં 13 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ:યુવકે ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું :વાવ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ access_time 1:07 am IST

  • અમદાવાદ : દિવાળી પર એસટી વિભાગનો મહત્વનો નિર્ણય :GPSના માધ્યમે વોટ્સએપથી અધિકારીઓને ફરજિયાત હાજરી પુરાવાની રહેશે:જરૂર જણાય તો જ અધિકારીઓને રજા અપાશે :તહેવારોમાં મુસાફરોના ધસારાને જોતા નિર્ણય લેવાયો access_time 4:39 pm IST