Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

જીવનનગર ગરબીમાં બહેનોનું સન્માન

 જીવન નગર વિકાસ સમિતિ, નવરાત્રી મહોત્સવ સમિતિ વોર્ડ નંબર ૧૦ જાગૃત નાગરીક મંડળ, મહિલા મંડળના સંયુકત ઉપક્રમે જીવન નગર પ્રાચિન ગરબી મંડળમાં શ્રેષ્ઠ કામગીરી કરનારનું સન્માન કરવામાં આવ્યું હતું ૩૮માં વર્ષે પ્રાચિન ગરબી મંડળે સફળતાના શિખરે રહીશોનું પણ બહુમાન કર્યું હતું. આંખના સર્જન ડો. જનકભાઇ મહેતા તથા ડો. નીતાબેન મહેતા એ દીપ પ્રાગટય કરેલ. ગરબીમા શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલા મંડળના અલ્કાબેન પંડયા, સુનીતાબેન વ્યાસ, શોભાનાબેન ભાણવડિયા, જયોતિબેન પુજારા, યોગીતાબેન જોબનપુત્રા ભારતીબેન ગંગદેવ, માનસી માંડલિયા, આશાબેન મજેઠીયા, તથા સમિતિના નવીનભાઇ પુરોહિત, વિનુભાઇ ઉપાધ્યાય તથા પાર્થ ગોહેલનું સન્માન પત્ર સાથે એવોર્ડ આપી બહુમાન કરવામાં આવ્યું હતું. સમિતિના પ્રમુખ એડવોકેટ જયંતભાઇ પંડયાએ ૩૮વર્ષના પ્રાચિન ગરબીની વિગતો વર્ણાવેલ. સમિતિના વિજયભાઇ જોબનપુત્રા, વી.સી.વ્યાસ, જયંતીભાઇ જાની, અંકલેશ ગોહિલ નવ દિવસ દરમિયાન ઉત્તમ કામગીરી બજાવી હતી.

(4:03 pm IST)