Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજના છાત્રો સન્માનાશે

૭૦ વિદ્યાર્થીઓને શિલ્ડ સાથે પોલીસ અધિકારીઓને પણ ફુલડે વધાવાશે

 રાજકોટઃ આગામી તા.૨૨, સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજ રાજકોટ શહેર દ્વારા આગામી તા.૨૭ના શનિવારે પ્રથમ સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે.

 રૈયારોડ ઉપર આલાપગ્રીન સીટીની સામે પ્રમુખસ્વામી ઓડીટોરીયમ ખાતે આયોજીત પ્રથમ સન્માન સમારોહમાં ધો-૮ થી અનુસ્નાતક સુધીના અભ્યાસમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી ઝળહળતી સફળતા મેળવનાર ૭૦ વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માન કરવામાં આવશે. સાથોસાથ શ્રી નાગભાઇ વાળા (તંત્રી, કાઠી અભ્યુદય-જુનાગઢ), શ્રી શિવરાજભાઇ ધાધલ (ડીવાયએસપી, રાજકોટ), શ્રી દડુભાઇ બસીયા (ડીવાયએસપી, લીંબડી) શ્રી પ્રશાંતભાઇ વાળા (પ્રદેશ નેતા, ભાજપ), શ્રી અશોકભાઇ ગીડા(પીએસઆઇ, રાષ્ટ્રપતિચંદ્રક વિજેતા) શ્રી શિવરાજભાઇ ખાચર (આર.આર.સેલ રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા), શ્રી મહાવીરભાઇ જળુ (પી.આઇ. રાજકોટ),  શ્રી ભાભલુભાઇ ખાચર (રીકવરી મેનેજર, જીવનબેંક), શ્રી પ્રદ્યુમનભાઇ બસિયા (આસિ. પ્રોફેસર સરકારી એન્જી. કોલેજ) અને ડો. હેતલબેન જેબલીયા (આસી. પ્રોફેસર મારવાડી કોલેજ)નું વિશીષ્ટ સન્માન કરવામાં આવશે.

 સમારોહનું ઉદ્ઘાટન પૂ. મહંત નિર્મળાબા ઉનડબાપુ (વિસામણ બાપુની જગ્યા, પાળીયાદ) તેમજ સમારોહના અધ્યક્ષ સ્થાને ડે. કલેકટર શ્રી નરેન્દ્રભાઇ ધાધલ તેમજ અતિથીવિશેષ તરીકે પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, હિરાબેન માંજરીયા (ડાયરેકટર, વલ્લભ કન્યા કેળવણી મંડળ), ગીતાબેન ગીડા (પ્રોગ્રામર હેડ આકાશવાણી ગોધરા)અને પ્રદ્યુમનભાઇ ખાચર ઉપસ્થિત રહેશે.

 સમગ્ર આયોજનને સફળ બનાવવા શ્રી રાજકોટ કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો સર્વેશ્રી માણસુરભાઇ વાળા (મો. ૯૮૨૫૩ ૬૦૦૯૫), નરેશભાઇ કોટીલા, ભરતભાઇ માંજરીયા, રાજુભાઇ વાળા, મુળુભાઇ ચાવડા, મહેન્દ્રભાઇ વાળા, જોરૂભાઇ ખાચર, પ્રકાશભાઇ બસીયા અને વિશાલભાઇ ડાવેરા (મો.૯૧૨૦૭ ૧૧૧૧૧) જહેમત ઉઠાવી રહયા છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:00 pm IST)
  • મોઈન કુરેશી લાંચ કેસ મામલે ડે ,એસ.પી. દેવેન્દ્ર કુમારની CBIએ કરી ધરપકડ:રાકેશ અસ્થાના સામે પણ આ કેસમાં છે આરોપ: 3 કરોડની લાંચમાં સંડોવાયેલા છે દેવેન્દ્રકુમાર દેવેન્દ્રકુમારે ફેબ્રિકેટેડ સ્ટેટમેન્ટ લીધું હતું:મોઇન કુરેશી પાસેથી લાંચ લેવા મામલે ધરપકડ access_time 1:05 am IST

  • ગુજરાત સરકારનું પ્રતિનિધિ મંડળ પહોંચ્યુ રાજભવન :ઝારખંડના રાજ્યપાલ સાથે કરશે મુલાકાત:31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમમાં આમંત્રિત કરવા આવ્યું પ્રતિનિધિ મંડળ access_time 4:38 pm IST

  • અમદાવાદ:MLA ગુજરાત લખેલી કારચાલકની દાદાગીરી:ડો.મિતાલી વસાવડાને બોલ્યા અપશબ્દો:ડો.મિતાલી શેલ્બી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવે છે :MLA ગુજરાત લખેલી કારનાં ચાલકે બોલ્યા અપશબ્દો:પ્રજાના સેવકનાં કારચાલકનું ડોક્ટર સાથે અસભ્ય વર્તન: મહિલા ડોક્ટરે સોલા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ access_time 10:03 pm IST