Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

સામાકાંઠા વિસ્તારના રસ્તાઓ પેવિંગબ્લોકથી મઢાશેઃ કામનો પ્રારંભ

ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલીયાના હસ્તે ખાતમુહુર્તઃ ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીના પ્રયત્નો સફળ

રાજકોટ તા. રર : શહેરના સામાં કાઠે વોર્ડ નં. પ માં આડો પેડકરોડ જાહેર માર્ગ પર ફુટપાથ અને ડામર પટ્ટી વચ્ચેના પડખામાં પેવીંગ બ્લોક નાખવાનું કામ રાજકોટનાં ડે.મેયર અશ્વિનભાઇ મોલીયાના હસ્તે અને ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીની ખાસ ઉપસ્થિતીમાં ઉપરોકત વિકાસ કાર્યનું ખાતમુહુર્ત કરી કામને વેગવંતુ કરાવ્યું.

આ પેવીંગ બ્લોક નાખવાનો ખર્ચ સુડતાલીસ લાખવીસ હજારના ખર્ચે ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીના અથાગ પ્રયાસોથી કામ શરૂ થતા લતાવાસીઓમાં ઉત્સાહની લાંગણી પ્રવર્તિ જણાતી હતી.

આ વિકાસ કાર્ય શુભપ્રસંગે રાજકોટ શહેર ભાજપનાં મહામંત્રી કિશોરભાઇ રાઠોડ-મ્યુનિ. શાસક પક્ષના નેતા દલસુખભાઇ જાગાણી-કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયા, દિપકભાઇ પનારા(ર) દિલીપભાઇ લુણાગરીયા કોર્પોરેટર પ્રિતિબેન પનારા-શહેર ભાજપ મંત્રી કલ્પનાબેન કિયાડા મનુબેન રાઠોડ, રસિલાબેન સકપરીયા, શોભનાબેન મકવાણા, ભાજપ અગ્રણી બાબુભાઇ માટીયા, અરવિંદભાઇ ભેસાણીયા, દિનેશભાઇ શિયાળ, દિનેશભાઇ ઘીયાડ સહિત લતાવાસીઓની ખાસ ઉપસ્થિતિમાં આડો પેડક રોડ પર પેવીંગ બ્લોક નાખવાનું કામ શરૂ કરાયું.(૬.૧૯)

(3:58 pm IST)