Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

કાલે સાંજે બરોડા બેંક મુખ્ય કચેરી સમક્ષ દેખાવ કાર્યક્રમઃ મર્જરનો વિરોધ કર્મચારીઓની લડત સ્વહીત માટે નથી પણ જનહીત માટેની છે

રાજકોટ, તા.૨૨: ગુજરાત બેંક વર્કસ યુનિયનના મહામંત્રી કે.પી.અંતાણીની એક યાદી જણાવે છે કે તા.૧૭/૯/૨૦૧૮ના રોજ ભારતના નાણાંમંત્રીએ બેંક ઓફ બરોડા, દેના બેંક અને વિજયા બેંકના એકત્રીકરણની જાહેરાત કરી - બેંક કર્મચારીઓમાં આ કુઠારાઘાત હતો. માનનીય નાણામંત્રીએ થોડા સમય પહેલાં એકત્રીકરણની જાહેરાત કરી - બેંક કર્મચારીઓમાં આ કુઠારાઘાત હતો. માનનીય નાણામંત્રીએ થોડા સમય પહેલાં એકત્રીકરણની સરકારની યોજના નથી તેમ જણાવેલ.

એકત્રીકરણને કારણે બેંકોની શાખાઓ બંધ થશે. ત્રણ બેંકમાંથી એક બેંકે હાલમાં જ શાખાઓ બંધ કરવાની કે શાખાઓ એકબીજામાં ભેળવી દેવાની યોજના અમલમાં મુકવાનું વિચારેલ છે. શાખાઓ બંધ થતાં અથવા તો સ્થળાંતર થતાં બેંકની જે તે શાખાઓના ગ્રાહકોને મુશ્કેલી પડશે. એકત્રીકરણને કારણે જે તે બેંકના ગ્રાહકને જે બેંક સાથેનું તાદમ્ય હતુ તે નહી રહે અને તેમને ઓરમાયા પણાનો અહેસાસ થશે. ગ્રામ્ય પ્રજાને શાખાઓ બંધ થવાથી સેવાઓની ઉપલબ્ધીમાં ઉણપ આવશે.

તેઓ જણાવે છે કે, બેંકમાં કર્મચારીઓની ભરતી બંધ થશે. એકત્રીકરણને કારણે ફાજલ કર્મચારીઓને સમાવવામાં આવશે પરંતુ નવી ભરતી પર રોક આવશે. બેંકોમાં નોકરીવાંછુયુવાનોને નોકરીની તક મળશે નહી. નિવૃત થનાર કર્મચારીઓની જગ્યાએ તેમજ મૃત્યુ પામનાર કે નોકરી છોડી જનાર કર્મચારીઓને સ્થાને નવી ભરતી કરવામાં નહીં આવે. કર્મચારીઓની પોતાની નોકરીની શરતોમાં ફેરફાર થશે. તેઓને ઓરમાયાપણાંનો અહેસાસ થશે. કર્મચારીઓ ફકત સ્વહિત માટે નહી પરંતુ જનસામાન્યના હિત માટે લડત ચલાવી રહ્યા છે. તા.૨૩/૧૦ના રોજ દેખાવો બાદ, સંસદના શિયાળુ સત્રમાં જયારે એકત્રીકરણનો પ્રસ્તાવ રજુ થશે ત્યારે યુએફબીયુ મારફત હડતાલનું એલાન આપવામાં આવશે. રાજકોટમાં તા.૨૩/૧૦ના રોજ બેંક ઓફ બરોડા-પોસ્ટ ઓફીસ પાસે સાંજે પ.૧પ વાગ્યે બેંક કર્મચારીઓના દેખાવો યોજાશે.(૨૩.૧૨)

(3:58 pm IST)