Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

ચેક રિટર્નના બે કેસોમાં આરોપીને એક વર્ષની સજા અને ચેક રકમનું વળતર ચુકવવાનો હુકમ

આરોપી ૩૦ દિવસમાં રકમ ન ચુકવે તો વધુ છ માસની સજાનો આદેશ

રાજકોટ તા. રર :.. ચેક રીર્ટન થયાના બે કેસોમાં આરોપીને દરેક કેસમાં ૧ વર્ષની સજા તથા દરેક કેસમાં ચેકની રકમ મુજબનું ફરીયાદીને વળતર દિવસ-૩૦ માં ચુકવવા જો ન ચુકવે તો વધુ ૬ માસની સજાનો હુકમ રાજકોટ કોર્ટે ફરમાવેલ છે.

આ કેસની વિગત મુજબ ફરીયાદી રાજેશ પુંજાભાઇ કાચા રહે. શ્રીનાથજી સોસાયટી શેરી નં. ૧, મવડી મેઇન રોડ, રાજકોટવાળા પાસેથી આરોપી જયેશભાઇ ધીરૂભાઇ મેઘાણી રહે. સોજત્રા પાર્ક, શેરી નં. ૧, મવડી રોડ, રાજકોટએ ફરીયાદી પાસેથી મીત્રતા  તથા સંબંધના દાવે હાથ ઉછીની રકમ કુલ રકમ રૂ. ર,૬૦,૦૦૦ તથા રૂ. ૩,ર૮,ર૦૦૦ તેઓની જરૂરીયાત મુજબ લીધેલ હતી, જે રકમ પરત ચુકવવા પરત ચુકવવા માટેના અલગ અલગ કુલ ત્રણ ચેકો આપેલા હતાં.

આ ચેકોની રકમ વસુલ થવા માટે ફરીયાદીએ બેન્ક ખાતામાં રજૂ કરતા, આ  ચેકો રીર્ટન થયેલા હતાં. જે અંગેની નોટીસો આરોપીને આપેલ હતી જે તેઓને મળી ગયેલ હતો, તે નોટીસનો જવાબ આપી તે ચેકોનો દુર ઉપયોગ કરેલ છે તેવુ જણાવતા ફરીયાદીને નોટીસનો જવાબ પાઠવેલ હતો, અને આરોપીએ ચેક મુજબની રકમ ન ભરતા ફરીયાદીએ ધી નેગોશીએબલ કોર્ટમાં કલમ-૧૩૮ મુજબની જુદી જુદી બે ફરીયાદો દાખલ કરવામાં આવેલ હતી.

આ કેસોમાં આરોપી હાજર થયેલ હતા અને કેસમાં પુરાવો લેવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરીયાદીના વકીલ મુકેશ આર. કેશરીયા તથા સંજયસિંહ આર. જાડેજા દ્વારા દલીલો અને રજૂઆતો કર્યા બાદ કોર્ટે તેમના ચુકાદામાં પુરાવાની છણાવટ બાદ રાજકોટના એડી. ચીફ જયુ. મેજી. જજ આર. એસ. રાજપૂતે આરોપીને દરેક કેસમાં એક વર્ષની સજા તથા ફરીયાદ મુજબના દરેક    ચેકની રકમ મુજબનું વળતર ફરીયાદીને દિવસ-૩૦ માં વળતર પેટે ચુકવવા જો રકમ દિવસ-૩૦ માં આરોપી ચુકવવામાં કસુર કરે તો વધુ ૬ માસની સજાનો હુકમ ફરમાવેલ છે.

ઉપરોકત કામમાં ફરીયાદી વતી એડવોકેટ મુકેશ આર. કેશરીયા તથા સંજયસિંહ આર. જાડેજા તથા આર. એન. મંજૂષા રોકાયેલ હતાં. (પ-ર૪)

(3:57 pm IST)