Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

રૂ ૨૩.૭૭ લાખનો ચેક પાછો ફરવા અંગે જેતપુરની વી.એન. જવેલર્સ પેઢીના પ્રોપરાઇટર સામે રાજકોટ કોર્ટમાં ફરિયાદ

રાજકોટ તા. ૨૨ : જેતપુર શહેરમાં વી.એન. જવેલર્સના નામથી સોનાના દાગીનાનો ધંધો વેપાર કરતા હિરેન વી. મકવાણાએ રાજકોટમાં શ્રી સીમંધર ગોલ્ડ ના નામથી વ્યાપારી પેઢી ધરાવતા અમિતભાઇ વી.શાહ પાસેથી રૂ ૨૩,૭૭,૫૦૦/- ના સોનાના દાગીનાઓની બિલથી ખરીદ કરેલ અને તેની ચુકવણી પેટે ચેક ઇસ્યુ કરી આપેલ, તે ચેક રીટર્ન થતા ફરિયાદીએ રાજકોટના એ જયુડી. મેજીસ્ટ્રેટ ની કોર્ટમાં આરોપી વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરતા અદાલતે આરોપી હિરેન વી. મકવાણા વિરૂધ્ધ અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત જોઇએ તો રાજકોટ શહેરમાં સીંધર યોલ્ડ ના નામથી વ્યાપારી પેઢીના નામે વ્યાપારી પેઢી ધરાવતા અને અલગ અલગ પ્રકારના સોનાના દાગીના બનાવી તેનું વેચાણ કરે છે તેમની પાસેથી જેતપુર શહેરમાં વી.એન. જવેલર્ર્સના નામથી સોનાના દાગીનાનો ધંધો વેપાર કરતા હિરેન વી. મકવાણાએ રૂ ૨૩,૭૭,૫૦૦/- ના સોનાના દાગીનાઓની બિલથી ખરીદી કરેલ અને તેની ચુકવણી પેટે ફરછયાદીની પેઢીના નામનો ચેક ઇસ્યુ કરી આપેલ અને ફરીયાદી ને પાકું વચન,વિશ્વાસ અને ખાતરી આપેલ કે, સદરહુ ચેક બેંકમાં રજુ થયે વસુલાઇ જશે.

ફરિયાદી દ્વારા તેઓની બેંકમાં ચેક રજુ રાખતા ચેક અપુરતા ભંડોળના કારણોસર રીટર્ન થતા તે સબંધે ફરીયાદીએ એડવોકેટ મારફત ડીમાંડ નોટીસ પાઠવવા છતાં સમય મર્યાદામાં ફરીયાદીની કાયદેસરની લેણી રકમની ચુકવણી કરેલ નથી જેના લીધે ફરીયાદીએ દસ્તાવેજી પુરાવા સાથે આરોપી વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં ફરિયાદ દાખલ કરતા અદાલતે આરોપી વિરૂધ્ધ સમન્સ ઇસ્યુ કરવાનો હુકમ ફરમાવવામાં આવેલ હતો.

ઉપરોકત કામમાં ફરિયાદી સીમંધર ગોલ્ડ ના પ્રોપરાઇટર અમિતભાઇ વી.શાહ વતી રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી વિશાલ ગોસાઇ, મુકસુદ પરમાર રોકાયેલ હતા.

(3:57 pm IST)