Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

રાજસમઢીયાળામાં દેણું થઇ જતા રાઘવભાઇ કાકડીયાનો ઝેર પી આપઘાત

રાજકોટ તા ૨૨ : સરધાર પાસે રાજસમઢીયાળામાં દેણું થઇ જતા પટેલ આધેડ ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.મળતી વિગત મુજબ રાજસમઢીયાળામાં રહેતા રાઘવભાઇ ગોપાભાઇ કાકડીયા (ઉ.વ.૫૫) (પટેલ) સવારે પોતાની વાડીએ હતા ત્યારે ઝેરી દવા પી લેતા તેને તાકીદે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યા તપાસનીસ તબીબોએ તેને જોઇ તપાસી મૃત જાહેર કર્યા હતા. મૃતક રાઘવભાઇ ખેતી કામ કરતા હતા. તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે.તે બે ભાઇ અને બે બહેનમાં બીજા નંબરના હતા. દેણું થઇ જતા પગલું ભર્યાનું તેના નાનાભાઇ બાબુભાઇએ પોલીસને જણાવતા આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ. ભોળાભાઇ સરીયા તથા રાઇટર કીરીટભાઇ રામાવતે તપાસ હાથ ધરી છે.

(3:46 pm IST)