Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

કાલે સ્કોડાના શોરૂમ ખાતે મહારકતદાન શિબિર

સ્વ.રામદેવસિંહજી જાડેજાની પૂણ્યસ્મૃતિમાં ૩૫મો રકતદાન કેમ્પ * સેંકડો રકતદાતાઓ ઉમટશે : જરૂરીયાત - ગરીબ દર્દીઓને રકત સેવા

રાજકોટ ,તા. ૨૨ : રકતદાન મહાદાન ક્ષેત્રે અપૂર્વ કામગીરી કરનાર રીબડાના માજી સરપંચ શ્રી જગતસિંહજી જાડેજા દ્વારા જયેષ્ઠ ભ્રાતા સ્વ. શ્રી રામદેવસિંહજી એમ. જાડેજાના પુણ્યસ્મૃતિમાં ર૩ મીએ મંગળવારે મહારકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી જગતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ૩૪ વખત રકતદાન શિબિરનું આયોજન કરેલ છે, તેમાં બહોળી સંખ્યામાં રકતદાતાઓ રકતદાન

કરેલ.  કેન્સર, થેલેસેમીયા તથા ડાયાલીશીશના ર૦૦ જેટલા દર્દી દત્તક લીધેલા છે. જયેષ્ઠ ભ્રાતા સ્વ. શ્રી રામદેવસિંહજી એમ. જાડેજા પુણ્યસ્મૃતિએ રકતદાન શિબિર યોજાશે.  સ્વજન અર્થે સૌ કોઇ શાબ્દીક અને ભૌતિક સંપતિમાંથી કંઇક આપી શ્રધ્ધા-સુમન વ્યકત કરે છે. પરંતુ કુદરતી સંપતિ એ મનુષ્ય દેહ છે, સ્વજનના સ્મણાર્થે તેમાંથી અન્ય માટે કંઇક આપીએ તેનાથી વિશેષ કોઇ ભાવાંજલી હોઇ શકે જ નહીં ૩પ મી રકતદાન શિબિર છે, જે હવે તા. ર૩ને મંગળવારના રોજ સ્કોડા શો રૂમ, કિશાન પેટ્રોલ પંપ પાસે, કાંગસીયાળી, રાજકોટ ખાતે રાખેલ છે. જેના સમયે સવારે ૬ થી ર રાખેલ છે. રકતદાન શિબિરમાં એકત્ર થતુ રકત જીંદગીના છેલ્લા શ્વાછોશ્વાસ સુધી જરૂરીયાતમંદ ગરીબ દર્દીઓને નિઃશુલ્ક (મફત) પુરૂ પાડવામાં આવે છે. તથા આપવામાં આવશે.

તા. ર૩ને મંગળવારે સ્વ. શ્રી રામદેવસિંહજી એમ. જાડેજાની પૂણ્ય સ્મૃતિમાં પાંત્રીસમો રકતદાન કેમ્પ છે. રકત આપનારની પૂર્ણ મેડીકલ તપાસ કરવામાં આવે છે. રકત આપનારના આગમન સમયે તેમનું સ્વાગત કરવામાં આવે છે. રકત આપનારને ચા, કોફી, વિવિધ જાતના બિસ્કીટ સાથે પેટ ભરીને ભોજનની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. રકત આપનારને કિંમતી અને લાંબો સમય દિન પ્રતિદિન ઉપયોગમાં આવે તેવી ભેટ સોગાદ આપવામાં આવે છે. રકત આપનારને બ્લડગ્રુપ કાર્ડ, નોંધણી રજીસ્ટર નંબર, સર્ટીફીકેટ સાથે આઇ કાર્ડ, સન્માન પ્રમાણપત્રથી સન્માનીત કરવામાં આવે છે. સમુહ જુથમાં આવવા જવા માટે વાહનની પુરી સગવડતા કરવામાં આવે છે. રકત આપનાર તંદુરસ્ત સુંદર અને સ્વચ્છ વાતાવરણમાં રકતદાન કરી શકે તે માટે વિશાળ જગ્યામાં આરામદાયક વ્યવસ્થા, એ.સી. પંખા સાથે અદ્યતન સગવડતા ઉપલબ્ધ. રકત આપનાર વધુમાં વધુ નજીક આવે, તેમના રકતથી રકતદાનથી બીજાની મહામુલી જીંદગી બચી જાય તે માટે રકતદાન આપનાર કે તેમના સંબંધીની ફોન ઉપરની જાણથી દર્દીઓને મફત લોહી આપવાની તુરંત વ્યવસ્થા કરવામાં આવે છે. હોસ્પિટલમાં દર્દીને લોહીની જરૂરીયાત વખતે અમારા માર્ગદર્શન સાથે લોહી સંપૂર્ણ મફત આપવામાં આવે છે. દત્તક લીધેલ થેલેસેમિયા દર્દીઓને મફત લોહી આપવામાં આવે છે. ડાયાલીસીસના દર્દીઓને લોહી તથા બોન્ડ મફત આપવામાં આવે છે.

(3:46 pm IST)