Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

રંગભૂમિ પર સામાન્ય કોમેડી નાટકો કરતા કૈક અનોખી કોમેડી જોવાની તક

કલાપ્રેમીઓએ અગાઉ કયારેય ન જોઈ હોય એવી પ્રયોગશીલ કોમેડી નાટ્યકૃતિ ૭૫ વર્ષ ની ડોશીને જવું છે અમેરિકા ...અને સર્જાય અનેક હાસ્ય સભર ઘટનાઓ ....ન ચૂકવા જેવું નાટક તા. ૨૭ ઓકટોબર , શનિવાર રાત્રે ૮.૩૦ ક. અને ૧૦ ક. બે શો હેમુ ગઢવી હોલ મીનીમાં : ટિકટ માટે સંપર્ક : ૬૩૫૪૯૯૫૦૦૧: એડવાન્સ બુકીંગઃ હેમુ ગઢવી હોલ ખાતે સવારે ૧૦ થી ૨ અને સાંજે ૪ થી ૯

  રાજકોટ તા.૨૨:  આગામી શનિવારે તા. તા.૨૭ મી ઓકટોબર એ હેમુ ગઢવી  હોલ (મીની) ખાતે ,રાજકોટની રંગભૂમિ માટે, નાટ્યરસિકો માટે એક અનોખો અને અપૂર્વ પ્રયોગ થવા જઈ રહ્યો છે. ૧૦૨ નોટઆઉટ ફિલ્મ જેમના નાટક પરથી બની,જેમણે એમાં સ્ક્રિપ્ટ લખી એ જાણીતા-નિવડેલા ગુજરાતી નાટય સર્જક સૌમ્ય જોશીનું લિખિત - દિગ્દર્શિત નાટક ' યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાડા ની પોળ' રાજકોટમાં ભજવાશે.

નાટક નું મુખ્ય આકર્ષણ, નાટક નો તદ્દન હળવો મિજાજ છે .એક જ પોળ માં રહેતા પોળ વાસીઓ ડોશીના અમેરિકા જવાના સપના ને પૂરું કરવા કેવા ખંત થી જોડાય જાય છે ને   સર્જાય છે મન પ્રફુલ્લિત કરી દેતું હાસ્ય.. આ નાટક વિષે નાટક ના લેખક દિગ્દર્શક અને ગુજરાતી રંગભૂમિ ના અત્યંત નીવડેલા નાટ્ય સર્જક શ્રી સૌમ્ય જોશી કહે છે કે દરેક સારા , વર્સેટાઈલ અભિનેતાઓ માં પ્રવાહિતા હોવી ખુબ જરૂરી છે. નાટકમાં  ડોશીનું પાત્ર ભજવતી જીજ્ઞા વ્યાસ 'વેલકમ જિંદગી' નાટક માં  પ્રૌઢા બને, 'આજ જાને કી ઝિદ ના કરો' નાટક માં ગણિકા એટલે કે રૂપજીવીની નું પાત્ર ભજવે કે આ નાટક માં ૭૫ વર્ષ ની ડોશીનું પાત્ર ભજવે, દરેક પાત્ર ને પૂરતો ન્યાય આપવા જીજ્ઞા અણથક પ્રયત્નો કરતી હોય છે. અને માટે જ જીજ્ઞા દરેક પાત્ર માં એટલી સહજતા થી એકાકાર થઇ જાય છે જાણે કે પરકાયા પ્રવેશ કર્યો હોય !

અમદાવાદ સ્થિત સૌમ્ય જોશી છેલ્લા  કેટલાયે વર્ષો થી માત્ર ગુજરાતી અને મુંબઈ ની ગુજરાતી રંગભૂમિ ને નહિ બલ્કે પોતાની ઓડિયન્સ ને પણ નવેસર થી ડિફાઈન કરવાનું કામ પ્રભાવશાળી રીતે અને છતાંયે સહજતા પૂર્વક કરી રહ્યા છે. 'વેલકમ જિંદગી', ' આજ આજને કી ઝિદ ના કરો' અને '૧૦૨ નોટ આઉટ ' જેવા  મૌલિક, સ્તરીય  અને  અત્યંત સફળ થયેલા નાટકો હોય , કે ''૧૦૨ નોટ આઉટ '' પર થી અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂર અભિનીત એ જ નામે બનેલી  ફિલ્મ નું સ્ક્રિપ્ટ રાઇટિંગ હોય, સૌમ્ય ના મજબૂત અને 'આઉટ ઓફ ધ બોકસ' થીંકીંગ નો પરિચય દરેક તબક્કે જોવા મળશે. ઘટનાઓની સૌમ્ય એ એવી સરસ રીતે ગૂંથણી કરી છે કે પ્રેક્ષક એક ક્ષણ પણ હાસ્ય થંભાવી ના શકે ! જીજ્ઞા , પ્રેમ ગઢવી અને હેમીન ત્રિવેદી એ નાટક માં એક થી વધારે પાત્રો ભજવ્યા છે અને દરેક પાત્રને પૂરતો ન્યાય આપ્યો છે. ત્રણેય માટે રોલ ની આવી અદલા-બદલી થોડી પડકાર રૂપ રહી હશે પણ આટલી સહજતા થી કોઈ પણ પાત્ર માં ઢળી જવાની પાણી જેવી પ્રવાહિતા આ ત્રણેય એકટર્સ વર્ષો થી ધરાવે છે .

રાજકોટ નાટકો જુએ છે અને ખુબ સારા પ્રમાણમાં નાટકો જુએ છે પરંતુ ખરેખર સારું નાટક જોવાની ભૂખ ધરાવતા અને જોકસની સ્ક્રિપ્ટવાળી કોમેડીને બદલે જેને ખરા અર્થ માં થીએટર ફોર આર્ટિસ્ટિકલી બ્યુટીફૂલ કોમેડી કહી શકાય એવું એકાંકી નાટક જોવા માંગતા લોકો એ આ તક ચૂકવા જેવી નથી. કારણ કે આવા હટકે નાટક ના શાઙ્ખ વારંવાર રાજકોટ માં થવાની શકયતા ખુબ ઓછી છે માટે જો આજે નહિ તો કયારેય નહિ !

રાજકોટ માં આ નાટક લાવવા માટે , વિદેહી એન્ટરટેઇન્મેન્ટ ના નિરંતર સહયોગી એવા ટીપોસ્ટ ઉપરાંત આ વખતે પરીન લાઇફસ્ટાઇલ અને પરીન ટાટા મોટર્સ પણ જોડાયા છે. તા. ૨૭ ઓકટોબર , શનિવાર ના રોજ નાટક ના બે શો છે .  રાત્રે ૮.૩૦ કલાકે અને રાત્રે ૧૦ કલાકે.  હેમુ ગઢવી હોલ મીની માં. નાટક ની ટિકટ માટે સંપર્કઃ  ૬૩૫૪૯૯૫૦૦૧. ટિકિટઃ હેમુ ગઢવી હોલ ખાતે સવારે ૧૦ થી ૨ અને સાંજે ૪ થી ૯ દરમ્યાન મળી શકશે. મનગમતી સીટ મેળવવા ટિકટ વહેલી તકે લઇ લેવા અનુરોધ કરાયો છે.

(3:44 pm IST)
  • ગુજરાત સરકારનું પ્રતિનિધિ મંડળ પહોંચ્યુ રાજભવન :ઝારખંડના રાજ્યપાલ સાથે કરશે મુલાકાત:31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમમાં આમંત્રિત કરવા આવ્યું પ્રતિનિધિ મંડળ access_time 4:38 pm IST

  • અમરેલી-ધારીના માણાવાવ ગામ નજીકથી ગેરકાયદેસર વૃક્ષ કટીંગ ઝડપાયું:લાકડા ભરેલ આયસર ટ્રક પોલીસે ઝડપી પાડ્યું :ટ્રક ઝડપાયા બાદ વૃક્ષ છેદનનો થયો પર્દાફાશ:અત્યાર સુધી 7 લાખ 20 હજારના લાકડાનું કટીંગ કરી વેચી દેવાયું: પોલીસે 3 સામે ગુન્હો નોંધીને મુદામાલ સહીત આરોપી વનવિભાગને સોંપ્યા . access_time 9:45 pm IST

  • ભરૂચ:અંકલેશ્વર તાલુકાના 62 ગામના તલાટીઓ આજથી હડતાળ પર access_time 4:38 pm IST