Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

બેસ્ટ ઓફ ધ બેસ્ટ રાસોત્સવમાં ખેલૈયાઓ ખિલ્યાઃ ઈનામોનો વરસાદ

પ્રિન્સ- પ્રિન્સેસના ખેલૈયાઓ વચ્ચે જામ્યો ખરાખરીનો મુકાબલોઃ આગેવાનો- મહેમાનોની હાજરી

રાજકોટઃ બેસ્ટ ઓફ ધ બેસ્ટ પ્રિન્સ- પ્રિન્સેસ રાસોત્સવનું સમાપન થયું છે. બાન લેબ્સ અને બામ્બુ બિટસના સંગાથે આયોજીત આ રાસોત્સવમાં ખેલૈયાઓ મનભરીને રમ્યા હતા. તો ગુજરાતી ફિલ્મ અને આલ્બનની અભિનેત્રી રિયા મુલ્લાએ ખેલૈયાઓમાં જોમ ચડાવ્યું હતું. નવરાત્રીમાં અલગ- અલગ રાસોત્સવમાં થયેલા પ્રિન્સ- પ્રિન્સેસ વચ્ચે બરાબરનો જંગ જામ્યો હતો.

આ પ્રસંગે પ્રદેશ ભાજપ અગ્રણી સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, શ્રી નીતિનભાઈ ભારદ્વાજ, શ્રીમતિ વંદનાબેન ભારદ્વાજ, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રૈયાણી, જોઈન્ટ પોલીસ કમિશ્નર શ્રી સિધ્ધાર્થ ખત્રી, મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન શ્રી પુષ્કરભાઈ પટેલ, પ્રદેશ કોંગ્રેસના મહિલા પ્રમુખ શ્રીમતિ ગાયત્રીબા વાઘેલા, એડવોકેટ શ્રી અશોકસિંહ વાઘેલા, અકિલા'ના સિનિયર પત્રકારો શ્રી જગદીશભાઈ ગણાત્રા અને શ્રી અનિલભાઈ દાસાણી સહિતના આગેવાનોના હસ્તે મહાઆરતી કરવામાં આવી હતી.

તો મ્યુનિ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ડી.કે.સખીયા, જીવન બેન્કના એમ.ડી. અને અકિલા પરિવારના સિનિયર પત્રકાર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા તથા અકિલા'ના ક્રાઈમ વિભાગ સિનિયર પત્રકાર શ્રી જયદેવસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ ભાનુબેન બાબરીયા, શ્રી જાગૃતિબેન ડાંગર, શ્રી પ્રભાતભાઈ ડાંગર, શ્રી શૈલેષભાઈ ડાંગર, શ્રી હરીભાઈ ડાંગર, શ્રી દાનુભા જાડેજા, શ્રી સુરેન્દ્રસિંહ વાળા, શ્રી હિતેષભાઈ વોરા, શ્રી હેમરાજભાઈ મુંગરા સહિતના મહાનુભાવોએ રાસોત્સવ માણ્યો હતો.

ભારે રસાકસી બાદ વિજેતા ખેલૈયાઓને બાઈક, વોશીંગ મશીન, ટીવી, હોમથીએટર, નોનસ્ટીક, મોબાઈલ સહિતના ઈનામોથી નવાજવામાં આવ્યા હતા.

'અકિલા'ના ક્રાઈમ વિભાગના સિનિયર પત્રકાર શ્રી જયદેવસિંહ જાડેજા, ડો.અમિતભાઈ હપાણી, ડો.બબીતાબેન હપાણી, અનન્ય હપાણી, ડો.એમ.કે. વેકરીયા, શ્રી વિજયસિંહ જાડેજા, શ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા (પિન્ટુભાઈ), શ્રીમનસુખભાઈ અકબરી, શ્રી જે.વી.શાહ (આર.ટી.ઓ.ઈન્સ્પેકટર), શ્રી જયેશભાઈ રાજપૂત, શ્રી પરેશભાઈ ડોડીયાના હસ્તે વિજેતા ખેલૈયાઓને ઈનામોથી નવાજવામાં આવ્યા હતાં. એન્કરીંગ તરીકે ઋષી દવે અને શ્રી ગિરીશકુમાર ગણાત્રાએ સેવા આપી હતી. શ્રી નીતિનભાઈ નથવાણી દ્વારા ડેન ચેનલમાં લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. (તસ્વીરઃ પ્રિન્સ બગથરીયા)

(3:43 pm IST)
  • ભરૂચ :સ્ટેચ્યુ ઓફ યુનિટી આદિવાસીઓનો વિનાશ નોતરશે : સરકારે પટેલોના મત મેળવવા સરદાર પટેલનું સ્ટેચ્યુ બનાવ્યું' :ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાનું નિવેદન:31મી ઓક્ટોબરે 14 જિલ્લાના આદિવાસીઓ કાર્યક્રમનો બહિષ્કાર કરી વિરોધ નોંધવાશે access_time 4:21 pm IST

  • એસસી/એસટી એક્ટમાં થયેલા નવા સુધારાને પડકારતી અરજીઓ ઉપર ૨૬ ઓક્ટોબર સુધીમાં જવાબ રજૂ કરવા સુપ્રીમ કોર્ટ આદેશ આપ્યો છે access_time 1:19 am IST

  • ભાવનગર ખાતે રો રો ફેરી સર્વિસનું ૨૭ ઓક્ટોબરે વિજયભાઈ રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન કરાશે access_time 1:12 am IST