Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

સરગમી લોકડાયરો ખીલી ઉઠયો : હા મોજ હા...ના પડકારાથી કલાકારો પણ રંગમાં : મોડે સુધી લોકસાહિત્ય વરસ્યુ

રાજકોટ : ડી.એચ. કોલેજના ગ્રાઉન્ડમાં જાહેર જનતા માટે ચાલી રહેલા સરગમી સાંસ્કૃતિક મહોત્સવ અંતર્ગત રવિવારની રાત્રે યોજાયેલા લોકડાયરામાં હજારોની મેદની ઉમટી પડી હતી. કાર્યક્રમમાં કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કલાકારોને બિરદાવ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે બાન લેબના મૌલેશભાઇ ઉકાણી, નટુભાઇ ઉકાણી, જે.પી. સ્ટ્રકચરના જગદીશભાઇ ડોબરીયા, અશોકભાઇ ડોબરિયા, કલાસિક નેટવર્કના સ્મિતભાઇ પટેલ, કોંગ્રેસના નેતા જશવંતસિંહ ભટ્ટી, બિલ્ડર ભાવેશભાઇ પટેલ, એન્જલ ગ્રુપના કિરીટભાઇ આદ્રોજા, વડાલિયા ફૂડસના રાજેનભાઇ વડાલિયા, સિઝન્સ હોટલના વેજાભાઇ રાવલિયા, એચ.પી.રાજગુરૂ કંપનીના હેતલભાઇ રાજગુરૂ અને સન ફોર્જના નાથાભાઇ કાલરિયા, નરેશભાઇ લોટિયા વગેરે મહેમાન પદે ઉપસ્થિત રહ્યા હતા. સરગમ કલબ બાન લેબ તેમજ જે.પી.સ્ટ્રકચરના સંયુકત ઉપક્રમે યોજાયેલા આ ડાયરાના પ્રારંભમાં સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાએ સૌ મહેમાનો અને જનતાને આવકાર આપ્યો હતો. આ પ્રસંગે રાજ્યપાલ વજુભાઇ વાળાએ આ આયોજન બદલ સરગમ કલબને અભિનંદન આપી તમામ લોકકલાકારોનું શાલ ઓઢાડીને સન્માન પણ કર્યું હતું. સમગ્ર ડાયરાનું સંચાલન હાસ્યકાર ધીરૂભાઇ સરવૈયાએ કર્યું હતું. જ્યારે માયાભાઇ આહિર (મહુવા), અભેસિંહ રાઠોડ (ભરૂચ), ફરીદા મીર (અમદાવાદ), સંગીતા લાબડિયા અને બિહારીભાઇ ગઢવી (રાજકોટ)એ લોકસાહિત્યની એક પછી એક રચના રજૂ કરી લોકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું. રાજકોટવાસીઓએ આ લોકકલાને તાળીઓના ગડગડાટથી વધાવી હતી. કાર્યક્રમને માણવા માટે કિશોરભાઇ ભાલાળા, પ્રતાપભાઇ પટેલ, પરસોત્તમભાઇ કમાણી, છગનભાઇ ગઢીયા, મનીષભાઇ માડેકા, ચંદ્રકાંતભાઇ કોટિચા, મધુભાઇ પટોળીયા, રાકેશભાઇ પોપટ, ઇશ્વરભાઇ તાળા, રાજેશભાઇ કાલરીયા, શિવલાલભાઇ રામાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ગુણવંતભાઇ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ ભરત સોલંકી, કિરીટ આડેસરા, રમેશભાઇ અકબરી, જયસુખભાઇ ડાભી, કૌશિક વ્યાસ, રાજેન્દ્ર શેઠ, પ્રવિણભાઇ તંતી, અનવરભાઇ ઠેબા, ગુણવંતભાઇ ભટ્ટ, જગદીશ કીયાડા ઉપરાંત લેડીઝ કલબના ડો. ચંદાબેન શાહ, અલકાબેન કામદાર, રેશ્માબેન સોલંકી, ભાવનાબેન મહેતા, જયશ્રીબેન રાવલ, જયશ્રીબેન મહેતા, ગીતાબેન હિરાણી, જયશ્રીબેન વ્યાસ, સુધાબેન દોશી, આશાબેન ભુછડા, બીનાબેન પોપટ અને વૈશાલી શાહ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:42 pm IST)
  • ભાવનગરના નગરસેવીકાના પુત્ર પર જીવલેણ હુમલો:કોંગ્રેસના કરચલિયા પરા વોર્ડના ગવુબેન ચૌહાણના પુત્ર પર હુમલો: નગરસેવીકાનો પુત્ર બિપિન ચૌહાણના સાસરે કોળિયાક ગામે બન્યો બનાવ:માતાજીના નિવેદમાં ગયેલા બિપિન પર ત્રણ શખ્સનો હુમલો:પડખામાં અજણયા ત્રણ શખ્સોએ મારી છરી:બીપીનને ગંભીર હાલતે ભાવનગરમાં ઓપરેશન કરાયું access_time 9:47 pm IST

  • ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો:વિદેશી જંતુનાશક દવાઓ કંપનીઓને લપડાક:દેશની કંપનીઓ નથી કરતી વિદેશી કંપનીઓ નકલ:હાઈકોર્ટનાં નિર્ણયથી વિદેશી જંતુનાશક દવાઓ કંપનીઓની મોનોપોલી તૂટશે access_time 1:07 am IST

  • કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહનું વિવાદિત નિવેદન:ભારતના મુસ્લિમ રામના વંશજ નહીં કે મુગલોનાં:મુસ્લિમ રામમંદિરનો ન કરે વિરોધ:જે લોકો વિરોધ કરે છે તેઓ સમર્થનમાં આવે, નહીં તો તેઓથી હિન્દુ સમાજ થશે નારાજ:રામ મંદિર નહીં બન્યુ તો વિવાદનો અંત નહીં આવે access_time 4:38 pm IST