Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

સ્ટેચ્યુ ઓફ યુનિટીનુ રૂ.૨૩૩૨ કરોડના ખર્ચે નિર્માણઃ સાંસદ મોહનભાઇ

મ્યુકોર્પોરેશન દ્વારા વોર્ડ નં-૧માં એકતા રથયાત્રાનો પ્રારંભ

રાજકોટઃ ગુજરાતના કેવળિયા ગામ નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણ પામેલ છે. જે અન્યવે રાજયમાં એકતા રથયાત્રાના પરિભ્રમણ દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલને ભાવાંજલિ આપવા માટેની એકતા રથયાત્રા યોજવામાં આવેલ છે. જેના અનુસંધાને આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૦૧માં એકતા રથયાત્રા કાર્યક્રમ યોજાયેલ. ભાવાંજલિ સાથે એકતા રથયાત્રાનો પ્રારંભ સાંસદ  મોહનભાઈ કુંડારીયાના  હસ્તે કરાયેલ. આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, રાજકોટ શહેર ભાજપ પુર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ભીખાભાઈ વસોયા, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, મહામંત્રી દેવાંગભાઈ માંકડ, કિશોરભાઈ રાઠોડ, વોર્ડ નં.૦૧ના કોર્પોરેટર બાબુભાઈ આહીર, બાંધકામ સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયા, સેનિટેશન સમિતિના ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, વોર્ડ નં.૦૧ના પ્રભારી દિલીપભાઈ પટેલ, વોર્ડના પ્રમુખ રસિકભાઈ બદ્રકીયા, મહામંત્રી કાનજીભાઈ ખાનધણ, ભાવેશભાઈ પરમાર, આ વિસ્તારના ભાજપ અગ્રણી જયદીપસિંહ જાડેજા, યુવરાજસિંહ ચુડાસમા, નરેન્દ્રસિંહ જાડેજા, તેમજ સંબધક અધિકારીઓ તથા વિસ્તારના રહેવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ મોહનભાઈ કુંડારિયાએ જણાવેલ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ૧૮૨ મીટર ઉચાઇ ધરાવતી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. આ પ્રોજેકટ રૂ. ૨,૩૩૨ કરોડના ખર્ચે નિર્માણ થયેલ છે. ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા દ્વારા સૌનું શાબ્દિક સ્વાગત કરાયેલ, જયારે કોર્પોરેટર બાબભાઈ આહીર દ્વારા ઉપસ્થિત સૌ મહાનુભાવોને પુસ્તક અર્પણ કરી સ્વાગત કરેલ. વોર્ડ નં.૦૧માં આવેલ ગંગેશ્વર મહાદેવ મંદિરના મહંતશ્રી દ્વારા આરતી કરવામાં આવેલ.(૨૨.૧૩)

(3:42 pm IST)