Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

અરવિંદભાઇ મણીઆરના જન્મદિને સંગીતના સૂર રેલાયા

રાજકોટ : રાજકોટના સ્વપ્ન દૃષ્ટા અરવિંદભાઇ મણીઆરના ૮૬માં જન્મદિવસ નિમિતે અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટના ઉપક્રમે સંગીતનું સરોવર શીર્ષકતળે રસપદ કાર્યક્રમ યોજાયો હતો મુંબઇના પ્રખ્યાત કલાકારો કવિતામૂર્તિ દશપાંડે અને શિવપ્રસાદ મણિયારએ મોડી રાત સુધિ જુના-નવા ફિલ્મી ગીતો રજુ કરીને શ્રોતાઓની ભરપુર દાદ મેળવી હતી. કલાકારોએ અમીરબાઇ કર્ણાટકી, નુરજહા, લતા મંગેશકર, કિશોરકુમાર ઇત્યાદી કલાકારોના જુના તેમજ ૧૯૮પ પછીની ફિલ્મોના કેટલાક યાદગાર ગીતો રજુ કર્યા હતા. આતો અરવિંદભાઇ મણીઆર સાથે કામ કરી ગયેલી પાંચ વ્યકિતઓનંે કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું. તેમાં વીરેન્દ્ર મણીઆર, પ્રવિણભાઇ પારેખ, નાગજીભાઇ આંબલિયા, પેસુમલ ચેલારામ (મરણોતર) અને હસમુખરાય મહેતા (મરણોત્તર) નો સમાવેશ થતો હતો આ પ્રસંગે બોલતા ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે અરવિંદભાઇએ તેમનું કેવી રીતે ઘડતર કર્યું અને જનસંઘ તથા ભાજપના આરંભના વર્ષોની સંઘર્ષની માહિતી ભાવવાહી રીતે આપી હતી. રાજકોટના સાંસદ મોહનભાઇ કૂંડારિયાએ અરવિંદભાઇ જેવી વ્યકિતઓના જીવનમાંથી પ્રેરણા મળી શકે તેમ જણાવ્યું હતું સન્માનિત થયેલ વ્યકિતઓને મોમેન્ટો, શાલ અને પુસ્તક આપવામાં આવ્યા હતા. અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડો. વલ્લભભાઇ કથીરયાએ સ્વાગત કરતા ટ્રસ્ટની પ્રવૃત્તિઓની રૂપરેખા આપી હતી. ટ્રસ્ટી જયોતિન્દ્ મહેતાએ આભારવિધિ કરી હતી.સંચાલન નિલેશભાઇ શાહે કર્યુ હતું.હંસિકાબેન મણીઆર, નલિન વસા, કલ્પક મણીઆર, જીવણભાઇ પટેલ, ગોપાલભાઇ પટેલ સહિત શહેરના અગ્રણીઓ અને નાગરીકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમની સફળતા માટે જયંતભાઇ ધોળકીયા, નિલેશ શાહ, કમલેશ મહેતા, રાજુભાઇ દવે, પ્રભાતભાઇ ડાંગર, લક્ષ્મણભાઇ મકવાણા, હસમુખ ગણાત્રા, જહાન્વીબેન લાખાણી, મનીષભાઇ શેઠ અશોકભાઇ પંડયા, ભુપેન્દ્રભાઇ શાહ, રમેશભાઇ પરમાર ગુણવંતભાઇ ભટ્ટ, ઇન્દ્રવદન રાજયગુરૂ, સંજયભાઇ મોદી, વિશ્વેરા, ધોળકીયા, સચીન શુકલ, જગદીશભાઇ જોષી, જગદીશભાઇ તન્ના, ઉમેદભાઇ જાની જયંતભાઇ રાવલ, મનસુખભાઇ ગજેરા, રજનીભાઇ રાયચુરા, ભાવેશભાઇ રાજદેવ, ભરતભાઇ દેવરીયા, અર્જુનભાઇ કુબાવત વગેરે જહેમત ઉઠાવી હતી. (૬.૨૦)

(3:41 pm IST)