Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

સામખીયારી-કચ્છના સ્થાપક કચરાભાઇ બાળાની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ

કાર્યક્રમમાં વી.ડી બાલા સહિતના અગ્રણીઓના સન્માનઃ નાત જાત-ધર્મના ભેદ ભુલીને દરેક સમાજના આગેવાનોને સન્માનીત કરાયા : કાર્યક્રમમાં નવરંગ કલબ દ્વારા ચકલી માળાનું વિતરણ

રાજકોટ તા.૨૨ : સવંત ૧૮૮૨ અષાઢી બીજના રોજ એટલે કે આજથી એકસો બાણું વર્ષ પહેલા કચ્છ અને મોરબી સ્ટેટની મધ્યમાં સામખીયારી ગામની સ્થાપના આહીર કચરાભાઇ જુવણભાઇ બાળાએકરી તોરણ બાંધેલ. આ તોરણ બાંધવાની વિધી વખતે કચ્છના મહારાજા ખાસ પધારેલ. સામખીયારી ગામ સોૈરાષ્ટ્રમાંથી કચ્છમાં જવા માટેનું પ્રવેશ દ્વાર ગણાય છે. આ ગામની સ્થાપના કર્યા બાદ આજુ બાજુની અનેખેતરોની જમીન સમથળ કરવાનું કામ કચરાબાપાએ શરૂ કરેલ, ઉપરાંત આ ગામને હરિયાળુ બનાવવા માટે તે જમાનજામાં વૃક્ષો વાવી પાણી પાવાનું અને રક્ષણનું કામ ખુબ સારી રીતે કરેલ. લોકોને અને માલધારીના પશુઓની પાણીની કાયમીસગવડતા માટે મોટું તળાવ બંધાવેલ.

તા. ૧૭-૧૦-૨૦૧૮ ના રોજસામખીયારી (કચ્છ) ખાતે આહીર બાળા પરિવારના મોભી કચરા બાપાની પૂર્ણકદની પ્રતિમા ભચાઉ તાલુકાના સમસ્ત બાળા પરિવારના યજમાન પદે પ્રતિમાના અનાવરણનો કાર્યક્રમ રાખેલ, પ્રતિમા અનાવરણ જંગી અખાડાના આદરણીય મહંત વેલજીદાદાના વરદ હસ્તે થયેલ, તે વખતે વિશાળ શોભાયાત્રાનું આયોજન થયેલ. આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં યુવાનો, વડીલો અને બહેનોએ ભાગ લીધેલ.

 સસામખીયારી ગામની સ્થાપના વખતથી આજદિન સુેધી વિવિધ જ્ઞાતિઓ એક સંપથી સાથે રહે છે આ સંપમાં વધારો થાય તે માટે આ કાર્યક્રમમાં સામખીયારી ગામમાં વસતા તમામ જ્ઞાતિના આગેવાનોનું સાલ ઓઢાડી સન્માન કરી એકતાના દર્શન કરાવેલ, તે આગેવાનોએ કચરાબાપાની પ્રતિમાને હારતોરા કરી પોતાની લાગણી વ્યકત કરેલ. આ પ્રતિમા અનાવરણ કાર્યક્રમમાં રાજકોટ,ફડસર,મોરબી અને લતીપરથી બાળા પરીવારના સભ્યો ઉપસ્થિત રહેલ.

આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે કચરાબાપાના યુવા વંશજો મુરજીભાઇ, મોમૈયાભાઇ, લાખાભાઇ, રામજીભાઇ, કાનજીભાઇ બાળા અને યુવા ટીમે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં રાજકોટના વીડી. બાળાનું સન્માન કારયું હતું વકતાઓએ નવરંગ નેચર કલબ વી.ડી. બાળાની પ્રશંસા કરીને પ્રવૃતિને પૂર્ણ સહયોગ આપવા ખાતરી આપી હતી. (૩.૧૪)

 

(3:38 pm IST)