Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

શાસ્ત્રીનગર અજમેરામાં આશાપુરા ગરબી મંડળ દ્વારા પ્રાચીન ગરબાની રમઝટ

રાજકોટ : શાસ્ત્રીનગર અજમેરા માં નવરાત્રી મહોત્સવ-૨૦૧૮ અંતર્ગત શ્રી આશાપુરા ગરબી મંડળ દ્વારા નવરાત્રી ભાવભેર ઉજવણી કરવામાં આવી. છેલ્લા ૨૦ વર્ષથી પ્રાચીન ગરબા યોજતી આ સોસાયટીમાં આ વોર્ડના કોર્પો. તેમજ સોસાયટીના પ્રમુખ ધનશ્યામસિંહ એ. જાડેજા માર્ગદર્શન પુરૂ પાડે છે. તેમજ સોસા.ના કારોબારી સભ્યો ભુપેન્દ્રસિંહ જાડેજા, કે.બી. રાણા, શ્રી કોૈશિકભાઇ પાઠક, વાય.ટી. ઝાલા, અશોકસિંહ જાડેજા, મિનાક્ષીબેન ત્રિવેદી, અમીત પંચાલ, હાર્દિક ટાંક, જયેશ ટાંક, ધવલ વ્યાસ, ચંદ્રશેખરસિંહ પરમાર, સોસાયટીના તમામ સભાસદ તેમજ ગરબી મંડળના સવ્યંસેવકોનો સહકાર રહેલ. ગરીબનું એન્કરીંગ વિજયભાઇ ગોસ્વામીએ તેમજ કોર્ડીનેશન જયદિપગીરી ગોસ્વામીએ કરેલ.

(3:35 pm IST)
  • ગુજરાત સરકારનું પ્રતિનિધિ મંડળ પહોંચ્યુ રાજભવન :ઝારખંડના રાજ્યપાલ સાથે કરશે મુલાકાત:31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમમાં આમંત્રિત કરવા આવ્યું પ્રતિનિધિ મંડળ access_time 4:38 pm IST

  • શારીરિક ક્ષતિવાળા વિદ્યાર્થીઓના કવોટામાંથી ૨ વિકલાંગ વિદ્યાર્થીને એમબીબીએસમાં એડમિશન આપવા ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટ હુકમ કર્યો છે access_time 1:16 am IST

  • કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહનું વિવાદિત નિવેદન:ભારતના મુસ્લિમ રામના વંશજ નહીં કે મુગલોનાં:મુસ્લિમ રામમંદિરનો ન કરે વિરોધ:જે લોકો વિરોધ કરે છે તેઓ સમર્થનમાં આવે, નહીં તો તેઓથી હિન્દુ સમાજ થશે નારાજ:રામ મંદિર નહીં બન્યુ તો વિવાદનો અંત નહીં આવે access_time 4:38 pm IST