Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

દિવાળી ટાણે જ સોનુ થયું મોંઘુ :જવેલરી બજારમાં ઘરાકીની ચિંતા

રોકાણકારોનો પ્રવાહ સોના તરફ ફંટાયો :તહેવારોમાં ભાવમાં તેજીથી બજારમાં નિરાશાનો માહોલ

રાજકોટ :હાલમાં શેરબજાર મંદીમાં લપટાતા મોટા ગજાના રોકાણકારોનું ચવાલીનું પ્રેશર વધી રહ્યું છે.બીજી તરફ કોમોડિટી બજારમાં એગ્રો, બુલિયન, કરંસી, ઓઇલ જેવા સેક્ટરોમાં તેજીનો જુગાર આગળ વધી રહ્યો છે.  વિદેશી રોકાણકારો હવે સ્ટોક માર્કેટને બદલે સોનાને સેફ રોકાણના વિકલ્પ તરીકે માનીને સોનામાં રસ વધારી રહ્યા છે જેના દિવાળી ટાણે સોનું મોંઘુ થવાની ગણત્રીએ જ્વેલરી બજારમાં ઘરાકીની ચિંતા જોવા મળી રહી છે.

  એક્સચેન્જોમાં સોનાના વાયદા વેપારમાં વધુ સક્રિય થયા છે. ઇક્વિટી તેમજ બોન્ડ માર્કેટમાં સારા વળતરની હવે અપેક્ષા ઓછી થતાં રોકાણકારોનો પ્રવાહ આજકાલ સોનાચાંદી બજાર તરફ ફંટાયો છે જેના કારણે સોનુ- ચાંદી બજારમાં તેજીનો ગ્રાફ ઝડપથી આગળ વધતા દિવાળી સુધીમાં સોનાના ભાવો પ્રતિ ૧૦ ગ્રામે ૩૨,૫૦૦થી ૩૩,૦૦૦ની સપાટી સુધી હાઇ લેવલે રહે તેવી સંભાવનાઓ છે.

   છેલ્લે જુલાઈ- ૨૦૧૬માં સોનાના રૂા. ૩૨,૩૦૦ની આસપાસના ભાવો રહ્યા બાદ સોનામાં મંદી છવાયેલી રહી હતી. લાંબા સમય બાદ સોના- બજારમાં તે પણ દિવાળીના તહેવારોમાં તેજી છવાતા વેપારીઓમાં નિરાશાનો માહોલ છે. દશેરાના તહેવારમાં પણ અપેક્ષિત ઘરાકી નહિ રહેતા હવે ધનતેરસ તેમજ દિવાળીએ શું થશે ? તે બાબતે જ્વેલર્સ વર્તુળોમાં મુંઝવણ છવાઈ છે.

(2:54 pm IST)