Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

પરિક્ષાની ચિંતામાં કુવાડવામાં ધો-૧૨ના છાત્ર ધર્મશે ઝેર પીધું

રાજકોટ તા. ૨૨: કુવાડવા ગામના હરિજન વાસમાં રહેતાં ધર્મેશ રમેશભાઇ ગોહેલ (ઉ.૧૭) નામના વણકર છાત્રએ ગામના બસ સ્ટેશનમાં ઝેર પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. ધર્મેશ માતા-પિતાનો એકનો એક પુત્ર છે અને રાજકોટ લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં ધોરણ-૧૨ કોમર્સમાં અભ્યાસ કરે છે. તેના પિતા છૂટક મજૂરી કરે છે. પરિક્ષા આવવાની હોઇ તેના ટેન્શનના કારણે ઝેરી દવા પીધાનું તેણે જણાવતાં કુવાડવા પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી. (૧૪.૫)

 

(11:50 am IST)