Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

એસ. ટી.ના એમ. ડી. સોનલ મીશ્રા બુધવારે રાજકોટમાં: સૌરાષ્ટ્રભરના અધિકારીઓ સાથે બેઠક

પરીણામો-આવક-ખર્ચ-અનકવર્ડ ગ્રામ્ય રૂટો સહિતની બાબતે સમીક્ષા

રાજકોટ તા. રર :.. ગુજરાત એસ. ટી. બોર્ડના મેનેજીંગ ડીરેકટર શ્રી સોનલ મીશ્રા બુધવારે રાજકોટ આવી રહ્યાનું ઉચ્ચતમ સાધનોએ ઉમેર્યુ હતું.

આ સાધનોએ જણાવ્યું હતું કે કલેકટર કચેરી ખાતેના કોન્ફરન્સ હોલમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના પાંચ વિભાગના ડીવીઝનલ નિયામકો-ડીટીઓ-ડીએમઇ સાથે મહત્વની બેઠક યોજાઇ છે.

આ મીટીંગમાં પરીણામો-દરેક ડિવીઝનની આવક-ખર્ચ, વર્ષોથી બંધ પડેલા ગ્રામ્ય રૂટો, હજુ પણ અનકવર્ડ ગ્રામ્ય રૂટો-સફાઇ-સ્ટાફ-દંડનાત્મક કાર્યવાહી સહિતની બાબતો અંગે સમીક્ષા કરશે. (પ-૧૧)

(11:49 am IST)