Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

લાખાજીરાજ રોડ ઉપર કોન્ટ્રાકટર સોહનલાલ બલાઇના ૮૯ હજારના મોબાઇલની ચોરી

રાજકોટઃ જયપુર જવાહરનગર પાસે ઇન્દ્રનગરના વતની હાલમા રાજકોટ મોટામવા  રેઇનબો સીટી બ્લોક નં. સી ફલેટ નં.૩૦૧મા રહેતા કોન્ટ્રાકટર સોહનલાલ  કલ્લુરામ બલાઇ (ઉ.વ.૩૭ ) પરમ દિવસે પોતાની કાર લઇને  ખરીદીકરવા માટે નીકળ્યા હતા અને પોતાની કાર પાર્ક કરી લાખાજીરાજ રોડ ઉપર બેંક ઓફ ઇન્ડીયાની સામે ચાલીને જતા હતા ત્યારે  તેણે ફોન કરવા માટે ખીસ્સામા હાથ નાખતા મોબાઇલ ગાયબ હોવાનું જણાતા તેણે આસપાસ અને પોતાની કારમાં તપાસ કરતા મોબાઇલ મળ્યો ન હતો. તેથી કોઇ અજાણ્યો શખ્સ મોબાઇલ ચોરી ગયાની ખબર પડતા તેણે એ ડીવીઝન પોલીસમથકમાં ફરીયાદ નોંધાવતા એ.એસ.આઇ. બી.બી.ખેરે તપાસ હાથ ધરી છે.

(12:16 pm IST)