Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

બકરા ચરાવવા આવવું નહી કહી વાલજીભાઇ વાઘેલાને ભુપત, સાગર અને રવજીએ કુહાડી ફટકારી

રાજકોટઃઆજી વસાહત પાછળ શિવનગરમાં બકરા ચરાવવા બાબતે યુવાન પર ત્રણ શખ્સોએ કુહાડી અને લોખંડના પાઇપથી હુમલો કર્યાની ફરીયાદ થઇ છે. મળતી વિગત મુજબ આજી વસાહત પાછળ શિવનગરમાં રહેતા વાલજીભાઇ દેવાભાઇ વાઘેલા (ઉ.વ.૩૦) ગઇકાલે શિવનગરમાં દિલુભાઇની દુકાન પાસે હતા ત્યારે ભુપત ધીરુભાઇ, સાગર ધીરુભાઇ, અને રવજી દેવાભાઇએ તેની પાસે આવી ''બકરા ચરાવવા આવવું નહી'' તેમ કહી ભુપતે વાલજીભાઇ સાથે ઝગડો કરી ગાળો આપી ઉશ્કેરાઇને ત્રણેય શખ્સોએ વાલજીભાઇને માથામાં કુહાડી અને શરીરે લોખંડના પાઇપ ફટકારી ગંભીર ઇજા કરી ભાગી ગયા હતા. ત્યારબાદ વાલજીભાઇને સારવાર માટે સીવીલ હોસ્પિટલમા ખસેડાયા હતા. આ બનાવ અંગે વાલજીભાઇએ થોરાળા પોલીસમથકમા ફરીયાદ નોંધાવતા પી.એસ.આઇ.કે.કે. પરમારે તપાસ હાથ ધરી છે.

(12:16 pm IST)
  • રાજ્યમાં તલાટી મંડળની હડતાળનો મામલો:દિયોદર તાલુકા વિકાસ અધિકારીએ પરિપત્ર જાહેર કર્યો:તલાટીની કામગીરી શિક્ષકોને સોંપવા અંગેનો પરિપત્ર:પરિપત્રને લઈ શિક્ષકોમાં નારાજગી:પરીક્ષા વચ્ચે ગ્રામસભાની કામગીરી સોંપાતા શિક્ષકોમાં રોષ access_time 2:59 pm IST

  • ભાવનગર ખાતે રો રો ફેરી સર્વિસનું ૨૭ ઓક્ટોબરે વિજયભાઈ રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન કરાશે access_time 1:12 am IST

  • ગુજરાત સરકારનું પ્રતિનિધિ મંડળ પહોંચ્યુ રાજભવન :ઝારખંડના રાજ્યપાલ સાથે કરશે મુલાકાત:31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમમાં આમંત્રિત કરવા આવ્યું પ્રતિનિધિ મંડળ access_time 4:38 pm IST