Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

કાલે રાજકોટમાં દિવ્‍યાંગ મુક-બધીરોની રેલી

મવડી ફાયરબ્રિગેડથી શરૂ જયુબેલી ચોક ખાતે સમાપન

રાજકોટ : શ્રી અને શ્રીમતી છ.શા.વિરાણી બહેરા મુંગા શાળા હર હંમેશ દિવ્‍યાંગ મુક બધીર બાળકોના સર્વાગી વિકાસ માટે સતત કાર્ય કરતી રહે છે. આ અઠવાડીયુ બધીર સપ્તાહ તરીકે ઉજવાય છે. ત્‍યારે વિશ્વ બધીર દિવસ તેમજ ઇન્‍ટરનેશનલ સાઇન  લેંગ્‍વેજ દિવસની ઉજવણીના ભાગ રૂપે તા. ર૩ના શનીવારના રોજ એક રેલીનું આયોજન કર્યુ છે.

આ રેલીમાં અંદાજીત ૪૦૦-પ૦૦ દિવ્‍યાંગ મુક બધીર લોકો જોડાશે. આ રેલી બપોરે ૩.૪૦ વાગ્‍યે મવડી ફાયર બ્રિગેડથી આનંદ બંગલા ચોક, ટ્રાય એન્‍લ બ્રિજ પાસપોર્ટ ઓફીસ ચોક મકકમ ચોક નાગરીક બેંક ચોક પર (૩૦ મીનીટ) હોલ્‍ટ કરીને ત્‍યાંથી ઢેબરભાઇ બસપોર્ટ, ત્રિકોણબાગ (સ્‍ટ્રીટ પ્‍લે) ૧પ મીનીટ જયુબેલી ચોક ત્‍યાં ગાંધીજીના સ્‍ટેચ્‍યું પર પુષ્‍પ ચડાવશે. રેલી સમાપ્ત થશે. તેમ આચાર્યશ્રી કશ્‍યપભાઇ પંચોલી મો.૯૪ર૬૪ ૪૯૦૧રની યાદીમાં જણાવાયું છે.

(5:27 pm IST)