Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

જિલ્લા પંચાયતની ખાસ સામાન્‍ય સભા ઓકટોબરના પ્રારંભે : સમિતિઓ રચાશે

રાજકોટ, તા., ૨૨: જિલ્લા પંચાયતની ખાસ સામાન્‍ય સભા યોજવા માટેનો સળવળાટ શરૂ થયો છે. નવા પ્રમુખ, ઉપપ્રમુખે કાર્યભાર સંભાળ્‍યા બાદ પ્રથમ વખત સામાન્‍ય સભા મળી રહી છે. જેમાં સમીતીઓની રચનાનો મુદ્દો મુખ્‍ય છે. ખાસ સામાન્‍ય સભા હોવાથી પ્રશ્નોતરી થશે નહિ. ખાસ સામાન્‍ય સભાનો એજનડા પ્રસિધ્‍ધ કરવા માટે ઓછામાં ઓછા ૬ ચોખ્‍ખા દિવસ જરૂરી છે. શાસકો સોમવારે એજન્‍ડા પ્રસિધ્‍ધ કરાવવા માંગે છે. તા.૧ અને ર ના રજા છે.  તે જોતા સભા તા.૩ ઓકટોબર આસપાસ  મળે સંભાવના છે. પ્રમુખ ઉપપ્રમુખે તા.૧૩ સપ્‍ટેમ્‍બરે કાર્યભાર સંભાળ્‍યો છે. હાલની સમીતીઓની મુદત ૨૯ ઓકટોબર સુધીની છે.  સામાન્‍ય રીતે પ્રમુખ, ઉપપ્રમુખની ચુંટણી પછી તુરત સમીતીઓની રચના મો સામાન્‍ય સભા મળતી હોય છે. સુકાનીઓની ચુંટણી પુરી થયાને ૧૦ દિવસ પુરા થઇ ગયા હોવા છતા હજુ સામાન્‍ય સભા બોલાવવાનું નક્કી ન હોવા પાછળ શાસક ભાજપનું આંતરીક કારણ હોવાનું કહેવાય છે. સમીતીઓના અધ્‍યક્ષની પસંદગી માટેના માપદંડ જાહેર થયા નથી.

(5:11 pm IST)