Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

સર્વેશ્વર ચોકમાં ૫૦ હજાર લોકોએ દર્શન કર્યા

મધ્‍યે ડો.યાજ્ઞિક રોડ ઉપર આવેલ ‘સર્વેશ્વર ચોક'માં સતત સાતમાં વર્ષે ગણપતિના આયોજન દરમ્‍યાન ગઇ કાલે મહાઆરતીમાં સુરેન્‍દ્રનગરના ડી.વાય.એસ.પી. શ્રી વી.બી.જાડેજાના પરિવાર, ‘ખાસ ખબર'ના મેનેજીંગ ડીરેકટર પરેશભાઇ નાથાભાઇ ડોડીયા તેમજ તેમનો પરીવાર તથા જાણીતા બીલ્‍ડર ‘કસ્‍તુરી એન્‍ટરપ્રાઇઝ'ના આશીષભાઇ મહેતા તથા તેમના સમગ્ર પરિવાર સાથે ઉપસ્‍થિત રહેલ. અનાથાશ્રમમાંથી બસો જેટલા અનાથ બાળકો પણ ઉપસ્‍થિત રહેલ સંસ્‍થા દ્વારા તમામ અનાથ બાળકોને ભાવતુ ભોજન કરાવી તેમને ગીફટ આપવામાં આવી હતી. આશરે ૫૦ હજાર જેટલી સંખ્‍યામાં ભકતોએ ગણપતિ બાપાના દર્શન કર્યા હોવાનું સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્‍ટની યાદીમાં જણાવાયું છે.

(5:05 pm IST)