Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

રવિવારે મનપા દ્વારા વિવિધ યોજનાનો કેમ્‍પ

સવારે ૮:૩૦ થી ૪ સુધી અમૃત ઘાયલ કોમ્‍યુ. હોલમાં સેવા પખવાડિયા અંતર્ગત આયોજન

રાજકોટ,તા.૨૨ :  પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસની ઉજવણી અંતર્ગત સેવા પખવાડીયાનું આયોજન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૨૪ના રોજ વિવિધ યોજનાનો કેમ્‍પ યોજાશે. આ કેમ્‍પમાં આયુષ્‍માન ભારત કાર્ડ, પ્રધાનમંત્રી જન ધન યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના, મહિલા સન્‍માન બચત યોજના, સુકન્‍યા સમળધ્‍ધિ યોજના, અટલ પેન્‍શન યોજના, અંત્‍યોદય શ્રમિક સુરક્ષા યોજના, આધાર કાર્ડ, પી.એમ.સ્‍વનીધિ યોજના અને પી.એમ.વિશ્વકર્મા કૌશલ સન્‍માન યોજના વગેરે જેવી યોજનાઓનો લાભ મળશે

 આ અંગે   મહાનગરપાલિકાના મેયર  નયનાબેન પેઢડીયા, ડે. મેયર  નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેગિં કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, નેતા લીલુબેન જાદવ, દંડક  મનીષભાઈ રાડિયા, આરોગ્‍ય સમિતી ચેરમેન  કેતનભાઈ પટેલ એક સંયુક્‍ત યાદીમાં જણાવે છે કે,  મહાનગરપાલિકા દ્વારા તા.૨૪ ના રોજ   પ્રધાનમંત્રી  નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ નિમિતે સેવા પખવાડીયાનું આયોજન કરવામાં આવેલ જે અંતર્ગત કવિ અમળત ઘાયલ કોમ્‍યુનીટી હોલ, એસ.એન.કે. સ્‍કુલ સામે, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે સમય સવારે ૦૮:૩૦ થી સાંજે ૪ વાગ્‍યા સુધી વિવિધ યોજનાનો કેમ્‍પ યોજાશે. આ કાર્યક્રમનું દિપ પ્રાગટય વિધાનસભા-૬૯ના  ધારાસભ્‍ય  ડૉ.દર્શિતાબેન શાહના  હસ્‍તે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અધ્‍યક્ષ સ્‍થાને માન. મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્‍થિત રહેશે.

આ પ્રસંગે કેબીનેટ મંત્રી મતિ ભાનુબેન બાબરીયા, સાસંદ સભ્‍ય મોહનભાઈ કુંડારીયા,  રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ  મુકેશભાઈ દોશી, ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડ,  રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ડૉ.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી  બીનાબેન આચાર્ય, ડેપ્‍યુટી મેયર  નરેન્‍દ્રસિંહ જાડેજા, જીલ્લા કલેકટર અને ઈ.ચા. મ્‍યુનિસીપલ કમિશનર પ્રભવ જોશી, શાસક પક્ષ નેતા  લીલુબેન જાદવ, દંડક  મનિષભાઈ રાડીયા, નાયબ મ્‍યુનિ. કમિશનર અનિલ ધામેલિયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી  વિરેન્‍દ્રસિંહ ઝાલા, ડૉ.માધવ દવે,  અશ્વિનભાઈ મોલિયા, આરોગ્‍ય સમિતિ ચેરમેન  કેતનભાઈ પટેલ, સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન  સુરેન્‍દ્રસિંહ વાળા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો  વગેરે ઉપસ્‍થિત રહેશે.

(5:03 pm IST)