Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

ધ્રુવ ખેતાણીનો કાલે નવમો જન્‍મદિવસઃ સેવામય રીતે ઉજવણી કરશે

રાજકોટઃ જાહેર જીવનના વરિષ્‍ઠ, સહકારી અગ્રણી સ્‍વ.નરોતમભાઈ ખેતાણી તેમજ ગં.સ્‍વ.હરદેવીબેન ખેતાણીનાં પૌત્ર, ભારત સરકારના પશુપાલન અને ડેરી મંત્રાલયની નેશનલ એડવાઈઝરી કમિટી મેમ્‍બર, ભારત સરકારના એનિમલ વેલ્‍ફેર બોર્ડ ઓફ ઈન્‍ડિયાની એવોર્ડ એન્‍ડ ઈવેન્‍ટ કમિટી મેમ્‍બર, ગુજરાત સરકારના સ્‍ટેટ એનિમલ વેલ્‍ફેર બોર્ડના મેમ્‍બર મિતલ ખેતાણી અને ડિમ્‍પલ ખેતાણીનાં સુપુત્ર ધર્મ તા.૨૩ના રોજ નવમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે. દરેક જન્‍મદિવસની જેમ આ વખતે પણ અનેકવિધ સત્‍કાર્યો, જીવદયા પ્રવૃતિઓ સાથે જન્‍મદિનની ઉજવણી થઈ રહી છે. નજીકના વિસ્‍તારોમાં ધર્મ પોતે પોતાની બાલ મંડળી સાથે પક્ષીઓને ચણ, કીડીઓને કીડીયારૂં, કુતરાઓને દુધ- રોટલી, ગાયોને ઘાસ વિ. કાર્યોથી જન્‍મદિનની સેવામય ઉજવણી કરશે. મો.૯૮૨૪૨ ૨૧૯૯૯

(4:34 pm IST)