Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

હીરામણિના છાત્રોની દીર્ધદ્રષ્‍ટિથી બન્‍યા અલ્‍ટ્રાસોનિક સેસન્‍સરવાળા ચશ્‍મા

રાજકોટ : અટલ મેરેથોન ર૦ર૩ અંતર્ગત યોજાયેલ સ્‍પર્ધામાં ભારતભરની કુલ ૪૦૦ ટીમોએ ભાગ લીધો હતો. આ સ્‍પર્ધામાં ગુજરાતની કુલ ૧ર ટીમો વિજેતા બની હતી. ગુજરાતી કુલ ૧ર વિજેતા ટીમોમાં અમદાવાદ જિલ્લાની એકમાત્ર હીરામણિ ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા (ગુજરાતી માધ્‍યમ) ના ધો. ૧૦ માં અભ્‍યાસ કરતા બે વિદ્યાર્થીઓ રાવલ વેદ એચ. અને ચૌહાણ વ્રજ વાય. એ હેલ્‍થ આધારિત આઇ કેર માટે અલ્‍ટ્રાસોનિક સેસન્‍સરવાળા ચશ્‍મા બનાવ્‍યા હતા અને ગુજરાતની કુલ ૧ર ટીમમાં સ્‍થાન પ્રાપ્‍ત કર્યુ હતું.આ વિશિષ્‍ટ સિધ્‍ધિ મેળવવા બદલ વિદ્યાર્થીઓને હીરામણિ સંસ્‍થાના પ્રમુખ અને રાજયસભાના સાંસદ શ્રી નરહરિ અમીન, મેનેજિંગ ટ્રસ્‍ટી શ્રી વરૂણ અમીન, આચાર્યો વગેરેએ અભિનંદન પાઠવ્‍યા હતા.

(4:33 pm IST)