Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

અકિલા - લોહાણા મહાજન રાસોત્‍સવનું પાસ બુકીંગ પૂરજોશમાં

રાજકોટ લોહાણા મહાજનના સંગાથે રાસની રમઝટ બોલાવવા ખેલૈયાઓ ભારે ઉત્‍સુક : રાજકોટ લોહાણા મહાજન હેડ ઓફિસ, મહિલા કોલેજ અંડરબ્રીજ ઉપર, ભવાની ગોલા સામે રઘુવંશીઓનો ધસારો : મો.નં. ૮૧૮૧૮ ૨૫૨૫૮ ઉપર પણ પાસ બુકીંગનો મારો : હજ્‍જારો વોટની ઓરીજીનલ JBL સાઉન્‍ડ સિસ્‍ટમ, બોલીવુડ (મુંબઇ)ના પ્રખ્‍યાત ગાયકો, ચુનંદા સાજીંદાઓ, ઓર્કેસ્‍ટ્રા વિશાળ ગ્રાઉન્‍ડમાં ધૂમ મચાવી દેશે : ઇનામરૂપે મારૂતિ કાર, પાંચ તોલા ગોલ્‍ડ, બાઇક, એકટીવા, ઇલેકટ્રીક વ્‍હીકલ, સ્‍માર્ટ ટીવી, રેફ્રીજરેટર, સોનાની ગીની, મોબાઇલ સહિતની લાખેણી વસ્‍તુઓ મેળવવા રઘુવંશી ખેલૈયાઓમાં થનગનાટ : મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને : કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતનું ટ્રસ્‍ટી મંડળ સતત કાર્યરત : સીઝન પાસ લેનારને રોજ અવનવા મેનુ સાથે નાસ્‍તો, કોલ્‍ડ્રીંકસ, પાણીની બોટલ ફ્રી અપાશે

રાજકોટ તા. ૨૨ : ૧૫ ઓકટોબરથી ૨૩ ઓકટોબર, ૨૦૨૩ દરમિયાન ગુજરાતનો ગૌરવવંતો તહેવાર નવરાત્રી આવી રહ્યો છે ત્‍યારે નવરાત્રીના પડઘમરૂપે વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા ‘અકિલા લોહાણા મહાજન રાસોત્‍સવ ૨૦૨૩' માટેનું પાસ બુકીંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે. રાજકોટ લોહાણા મહાજન હેડ ઓફિસ, મહિલા કોલેજ અંડરબ્રીજ ઉપર, ભવાની ગોલા સામે, રાજકોટ ખાતે સીઝન પાસ મેળવવા માટે રઘુવંશીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. મો.નં. ૮૧૮૧૮ ૨૫૨૫૮ ઉપર પણ પાસ બુકીંગ માટે ભારે ઉત્‍સુકતા જોવા મળી રહી છે.

અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્‍ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના માર્ગદર્શન હેઠળ રાજકોટ લોહાણા મહાજન દ્વારા આયોજીત ‘અકિલા - લોહાણા મહાજન રાસોત્‍સવ ૨૦૨૩'માં રાસની રમઝટ બોલાવવા ખેલૈયાઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. મેગા ફાઇનલમાં વિજેતાઓને ઇનામરૂપે મારૂતિ કાર, પાંચ તોલા (૫૧ ગ્રામ) ગોલ્‍ડ, બાઇક, એકટીવા, ઇલેકટ્રીક વ્‍હીકલ, સ્‍માર્ટ ટીવી, રેફ્રીજરેટર, મોબાઇલ સહિતના લાખેણા ઇનામો રાખેલ હોવાથી ખેલૈયાઓનો ઉત્‍સાહ રીતસર બેવડાઇ ગયો છે. ઉપરાંત રોજેરોજ પ્રિન્‍સ, પ્રિન્‍સેસ, વેલડ્રેસના પણ સોનાની ગીની સહિતના ઇનામો પણ જાહેર કરવામાં આવ્‍યા છે.

સીઝન પાસ લેનારને દરરોજ અવનવા મેનુ સાથે નાસ્‍તો, કોલ્‍ડ્રીંકસ, પાણીની બોટલ ફ્રી આપવામાં આવશે. સાથે-સાથે સ્‍વાદીષ્‍ટ અને હાઇજેનિક વિવિધ ફુડ સાથેની કેન્‍ટીન પણ રાખવામાં આવનાર છે.

હરીશભાઇ લાખાણીનું ગ્રાઉન્‍ડ, માધાપર સર્કલ, રાજકોટ ખાતે હજ્‍જારો વોટની ઓરીજીનલ જીબીએલ સાઉન્‍ડ સિસ્‍ટમ, બોલીવુડ (મુંબઇ)ના પ્રખ્‍યાત ગાયકો, ચુનંદા સાજીંદાઓ, ઓર્કેસ્‍ટ્રા વિશાળ જગ્‍યામાં ધૂમ મચાવી દેશે. ‘અકિલા-લોહાણા મહાજન રાસોત્‍સવ ૨૦૨૩'ના અદ્‌ભૂત આયોજન સંદર્ભે રઘુવંશી ખેલૈયાઓ અત્‍યારથી જ રોમાંચિત થઇ ગયા છે.

હજ્‍જારો રઘુવંશી ખેલૈયાઓની આતૂરતાનો અંત લાવનાર ‘અકિલા-લોહાણા મહાજન રાસોત્‍સવ ૨૦૨૩'ને યાદગાર સફળતા અપાવવા માટે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, ઉપપ્રમુખ શ્રી યોગેશભાઇ પૂજારા, મંત્રીઓ શ્રીમતિ રીટાબેન કોટક અને ડો. હિમાંશુભાઇ ઠક્કર, ઓડીટર ધવલભાઇ ખખ્‍ખર, ટ્રસ્‍ટીઓ શ્‍યામલભાઇ સોનપાલ, ડો. પરાગભાઇ દેવાણી, દિનેશભાઇ બાવરીયા, જીતુભાઇ ચંદારાણા, હરીશભાઇ લાખાણી, કિશોરભાઇ કોટક, હિરેનભાઇ ખખ્‍ખર, મનિષભાઇ ખખ્‍ખર, તુષારભાઇ ગોકાણી, જતીનભાઇ કારીયા, શૈલેષભાઇ પાબારી, ધવલભાઇ કારીયા, શ્રીમતિ રીટાબેન કુંડલીયા, શ્રીમતિ જયશ્રીબેન સેજપાલ, શ્રીમતિ અલ્‍પાબેન બચ્‍છા, સુ.શ્રી. રંજનબેન પોપટ, યોગેશભાઇ જસાણી, ડો. આશિષભાઇ ગણાત્રા, પ્રદીપભાઇ સચદે, વિધિબેન જટાણીયા, વિખ્‍યાત નવરંગ ગ્રુપના પ્રમુખ શ્રી પરેશભાઇ ચગ સહિતના મહાજન સમિતિના તમામ સભ્‍યો, અગ્રણીઓ, હિતેનભાઇ પારેખ - દક્ષિણિ વિગેરે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:29 pm IST)