Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

અવધ રેસિડન્‍સીના નવા પ્રમુખ-ઉપપ્રમુખની વરણી

રાજકોટ તા. ૨૨: જામનગર રોડ પર આવેલી અવધ રેસિડન્‍સીમાં રહેવાસીઓની સામાન્‍ય સભામાં નવી કમિટીની વરણી કરવામાં આવી હતી. સોસાયટીના નવા પ્રમુખ તરીકે રાહુલ ત્રિવેદી અને ઉપપ્રમુખ તરીકે યશપાલસિંહ હેરમાની વરણી કરવામાં આવી હતી. આ વખતે કમિટીમાં નવા અને યુવા ચહેરાઓને સ્‍થાન આપવામાં આવ્‍યું છે. સોસાયટીના કમિટી મેમ્‍બરો દ્રારા સોસાયટીના મેન્‍ટેનન્‍સની સાથે ગણેશ મહોત્‍સવ, નવરાત્રી સહિતના વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે.

(4:29 pm IST)