Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

અખિલ ભારતીય બ્રાહ્મણ સેવા સંગઠન દ્વારા જે.ડી.ઉપાધ્‍યાયની રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ તરીકે નિમણુંક

રાજકોટઃ અખિલ ભારતીય બ્રાહ્મણ સેવા સંગઠન દ્વારા જે.ડી. ઉપાધ્‍યાયની રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવેલ છે. હાલ તેઓની ઉંમર ૭૫ વર્ષની છે.

તેઓ રાષ્‍ટ્રીય સેવક સંઘના સ્‍વયં સેવક છે. ભાજપના કાર્યકાર છે. અખિલ ભારતીય ગ્રાહક પાંચયતના પૂર્વ મહાનગર સેક્રેટરી તરીકે સેવા આપેલ. દાદા હો દીકરીના લગ્ન અને ૫૧- બટુકોને જનોઈ આપેલ ત્‍યારે સતત દર વર્ષે દાદા હો દીકરી અને બટુકોને જનોઈનું આયોજન કરે છે.

જે.ડી.ઉપાધ્‍યાય, મો.૯૮૨૪૯ ૧૩૧૮૬/ મો.૯૭૨૩૪ ૧૩૧૮૬ (વ્‍હોટસએપ) નંબર ઉપર મિત્રો તથા સ્‍નેહીઓ તરફથી શુભેચ્‍છાનો ધોધ વહી રહ્યો છે.

(4:28 pm IST)