છેલ્લા ત્રણ દાયકાથી રાજકોટ - સૌરાષ્ટ્રમાં કિડનીના રોગના નિષ્ણાંત તબીબ અને જાણીતા યુરોલોજીસ્ટ ડો. જીતેન્દ્ર અમલાણીની હોસ્પિટલ હવે આધુનિક રંગરૂપ સાથે યુરોકેર કિડની હોસ્પિટલનો શુભારંભ થઇ રહ્યો છે. અકિલા કાર્યાલય ખાતે અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે
ડો. જીતેન્દ્ર અમલાણી, યુરોલોજીસ્ટ
ડો. જીગેન ગોહેલ, ડો. પ્રતિક અમલાણી અને પીડીયાટ્રીક યુરોલોજીસ્ટ
ડો. ધૃતિ કલસરીયા - અમલાણી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરિયા)
રાજકોટ તા. ૨૨ : છેલ્લા કેટલાક વર્ષોથી દેશભરમાં કિડની અને પેશાબના રોગનાં દર્દીઓની સંખ્યામાં ભારે વધારો થતો જોવા મળ્યો છે, ત્યારે કિડની સંબંધિત તમામ રોગોનું માર્ગદર્શન, સારવાર અને નિદાન એક જ સ્થળે, શ્રેષ્ઠ ડોક્ટરોની ઉપસ્થિતિમાં મળી રહે તે માટે ૨૪ સપ્ટે.થી વિદ્યાનગર મેઈન રોડ ઉપર યુરોકેર સુપર સ્પેશ્યાલિટી કિડની હોસ્પિટલનો શુભારંભ થવા જઈ રહ્યો છે. રાજકોટમાં કિડની અને પેશાબના રોગો માટે વર્ષોના અનુભવી અને નામાંકિત સર્જનો દ્વારા આ હોસ્પિટલ શરૂ થવા જઈ રહી છે.
સાલ ૧૯૯૩માં, ડો. જીતેન્દ્ર અમલાણીએ યુરોકેર હોસ્પિટલની શરૂઆત કરી હતી. આ હોસ્પિટલ થકી લાખો દર્દીઓની કિડની અને પેશાબના રોગને લગતી તકલીફનું નિવારણ થયું છે. ડો. જીતેન્દ્ર અમલાણી, તેમની સફળતાનો જશ, સાજા થયેલા દર્દીઓની શુભાશિષ ને આપે છે. નિઃસ્વાર્થ ભાવે, અને ધર્મ-વર્ગ, જાત-પાત નો ભેદભાવ કર્યા વગર તેમણે સતત સેવા આપી છે. આરોગ્ય ક્ષેત્રે, તેમનું યોગદાન અમૂલ્ય છે. અને હવે સાલ ૨૦૨૩માં, એક નવી ઉર્જા, નવા રૂપ રંગ અને અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે, યુરોકેર સુપર સ્પેશ્યાલિટી કિડની હોસ્પિટલમાં સ્ટોન ક્લિનિક, પ્રોસ્ટેટ ક્લિનિક, યુરો લેપ્રોસ્કોપી, યુરો ઓન્કોલોજી, પીડિયાટ્રિક યુરોલોજી (બાળકોને થતાં પેશાબના રોગ), રિકંસ્ટ્રક્ટિવ યુરોલોજી, એન્ડ્રોલોજી, યુરોડાયનેમિક ડિપાર્ટમેન્ટ, ફિમેલ યુરોલોજી (સ્ત્રીઓને થતાં પેશાબના રોગ) અને કિડની ટ્રાન્સપ્લાન્ટના માર્ગદર્શન સહિતની સેવા મળશે. અહીં કિડની અને પેશાબના રોગો ની સારવાર અને જટીલ સર્જરી, પથરી, પ્રોસ્ટેટ, મુત્રાશય, જનન અવયવ વંધ્યત્વ અને સેક્સને લગતા રોગોની સારવાર કરવામાં આવશે.
ડો. જીતેન્દ્ર અમલાણી સાથે યુરોલોજીસ્ટ ડો. જીગેન ગોહેલ, યુરોલોજીસ્ટ ડો. પ્રતીક અમલાણી તેમજ પીડિયાટ્રિક યુરોલોજીસ્ટ ડો. ધૃતિ કલસરીયા અમલાણી સહિતના તબીબો પોતાના અનુભવનો નિચોડ સાથે દર્દીના દર્દનું નિવારણ લાવશે. ખાનગી હોસ્પિટલમાં સૌરાષ્ટ્ર-કચ્છની સૌથી મોટી યુરોલોજી ટીમ યુરોકેર સુપર સ્પેશ્યાલિટી કિડની હોસ્પિટલમાં ઉપલબ્ધ રહેશે.
રાજકોટમાં જેમનું નામ ભારે આદર સાથે લેવામાં આવે છે તે ડો. જીતેન્દ્ર અમલાણીએ જણાવ્યું હતું કે આ હોસ્પિટલમાં ઉપરોક્ત સારવાર અને સુવિધાની સાથે સાથે અહીં સ્ટરીલાઈઝેશન માટેની વિશ્વની સૌથી આધુનિક ટેકનોલોજી ધરાવતા મશીન નો ઉપયોગ થશે. યુરોલોજી ક્ષેત્રમાં ગુજરાતમાં સૌપ્રથમ 3D લેપ્રોસ્કોપી સિસ્ટમ એટલે કે દૂરબીનથી થતી સર્જરીના ઉપકરણ, સર્જરી માટે અતિ આધુનિક અને સૌથી અદ્યતન ટેક્નોલોજી ધરાવતા મશીનનો ઉપયોગ દર્દીઓ માટે કરાશે. આ સિવાય અન્ય આધુનિક મશીન થકી જ દર્દીઓની સારવાર કરીને તેમને ઓછામાં ઓછી પીડા થાય તેવા પ્રયાસો કરવામાં આવશે. 3D ટેકનોલોજીમાં precision વધારે મળતું હોવાથી દર્દીને રૂજ જલ્દી આવે છે અને હોસ્પિટલમાંથી રજા જલ્દી મળે છે તેમ ડો.જીતેન્દ્ર અમલાણીએ ઉમેર્યું હતું.
અહીં આવતા દર્દીઓને તમામ સારવાર અને તપાસ એકજ જગ્યાએ કલેકશન સેન્ટર ઉપલબ્ધ બને તે માટે હોસ્પિટલમાં બે મોડ્યુલર ઓપરેશન થિયેટર્સ, પેથોલોજી લેબોરેટરી અને મેડિકલ સ્ટોરની સુવિધા તેમજ હોસ્પિટલમાં જ રેડિયોલોજી (સીટી સ્કેન અને સોનોગ્રાફી)ની સગવડ પણ દર્દીઓ માટે ઉપલબ્ધ રહેશે. અહીં આધુનિક સગવડ સાથેના સ્યુટ રૂમ, સ્પેશ્યલ રૂમ, ડીલક્સ રૂમ તેમજ ડે-કેરની સુવિધા પણ મળશે. ઉપરાંત અહીં દર્દીઓની સુવિધાઓ માટે તમામ ઇન્સ્યોરન્સ મેડીક્લેમની ફેસિલિટી અને કેશલેસની સુવિધા પણ ઉપલબ્ધ છે.
હાલ રાજકોટમાં આકાર લઇ રહેલી AIIMS હોસ્પિટલમાં માનદ બોર્ડ મેમ્બર તરીકે સેવા આપી રહેલા અને ગોલ્ડ મેડાલીસ્ટ રહી ચૂકેલા ડો. જીતેન્દ્ર અમલાણી અત્યાર સુધીમાં એક લાખથી વધુ દર્દીઓના સફળ ઓપરેશન કરીને તેમને રોગમુકત કરી ચૂક્યા છે. ડો.જીતેન્દ્ર અમલાણી હાલ સિવિલ હોસ્પિટલમાં પ્રોફેસર, બી. ટી. સવાણી કિડની હોસ્પિટલમાં સીનિયર યુરોલોજીસ્ટ, સદભાવના હોસ્પિટલ, વડલી-મહુવા અને લેઉવા પટેલ હોસ્પિટલ-ભુજ ખાતે પણ સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત તેમના અનેક રિસર્ચ પેપર પણ પબ્લિશ થઇ ચૂક્યા છે જેની વિશ્વભરમાં નોંધ લેવામાં આવી છે.
યુરોકેર સુપર સ્પેશ્યાલિટી કિડની હોસ્પિટલમાં ડો.જીતેન્દ્ર અમલાણીની સાથે ડો. જીગેન ગોહેલ, જામનગરની પ્રતિષ્ઠિત એમ. પી. શાહ મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ અને એમ.એસ. (જનરલ સર્જરી)નો અભ્યાસ કરી ચૂક્યા છે. તેમણે કેરેલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, રાજકોટની પી.ડી.યુ મેડિકલ કોલેજ, સદભાવના મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ તથા સિવિલ હોસ્પિટલમાં સેવા આપીને બહોળો અનુભવ પ્રાપ્ત કરેલ છે. ડો. જીગેન ગોહેલએ ૨૦૧૬ માં કેરળના કોલ્લમ શહેરમાં ખાતે આયોજિત LITHOCON-16 અને ૨૦૧૭ માં મુંબઈ ખાતે આયોજિત USICON 2017 માં પોતાનાં રિસર્ચ પેપર્સ રજુ કરીને ખુબ ખ્યાતિ મેળવી હતી. ડી.એન.બી. નાં અભ્યાસ દરમ્યાન તેમને એન્ડ્રોલોજી, એન્ડોયુરોલોજી, લેપ્રોસ્કોપી અને રીનલ ટ્રાન્સપ્લાન્ટનો વિશિષ્ટ અભ્યાસ પણ કરેલ છે. તેઓ સમયની સાથે પોતાનાં જ્ઞાનને અપડેટ કરવામાં માને છે અને તેથી તેઓ યુરોલોજી ક્ષેત્રનાં તમામ અગ્રણી ગવર્નિંગ ક્લબ્સ અને એસોસિએશન્સ સાથે તેઓ સંકળાયેલા છે.
જયારે ડો.પ્રતીક અમલાણીએ એમબીબીએસ કર્યા પછી ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ-સુરત ખાતે એમ.એસ. (જનરલ સર્જરી)નો અભ્યાસ કરેલો છે. તેમાં તેઓ યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થતાં ગુજરાતના ગવર્નરશ્રીના હસ્તે ગોલ્ડ મેડલ પણ મેળવી ચૂક્યા છે. તેઓ પીડીયુ મેડિકલ કોલેજ-રાજકોટ સિવિલ હોસ્પિટલ, જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પિટલ અને પંચનાથ હોસ્પિટલ ખાતે માનદ્ સેવા આપી ચૂક્યા છે. ડો. પ્રતિક અમલાણીનું તેમના દર્દીઓ પ્રત્યેનું સમર્પણ, તેમના બહોળા અનુભવ અને યુરોલોજી અને સર્જીકલ પ્રક્રિયાઓમાં નિપુણતા સાથે, તેમને યુરોલોજીના ક્ષેત્રમાં એક વિશ્વસનીય અને આદરણીય હેલ્થકેર પ્રોફેશનલ બનાવે છે. દર્દીઓના જીવનની ગુણવત્તા સુધારવા માટેની તેમની પ્રતિબદ્ધતાએ તેમને તબીબી સમુદાયમાં અને તેમના દર્દીઓ સમક્ષ ખૂબ પ્રતિષ્ઠા અપાવી છે. તેઓ ન્યુ સિવિલ હોસ્પિટલ - સુરત, ગુજરાત કેન્સર સોસાયટી હોસ્પિટલ - અમદાવાદ અને શ્રી ગિરિરાજ હોસ્પિટલ - રાજકોટ જેવી ખ્યાતનામ સંસ્થાઓમાં પોતાની સેવા આપી બોહળો અનુભવ પ્રાપ્ત કરેલ છે.
છેલ્લા અમુક વર્ષોમાં જોવા મળ્યું છે કે બાળકોમાં થતી પેશાબની જન્મજાત ખોડ-ખાંપણનાં કેસમાં ખુબ જ વધારો થયો છે. આમાંની એક ખોડ-ખાંપણ ને હાયપોસ્પેડિયાસ કહેવાય છે. યુરોકર હોસ્પિટલના ડો ધૃતિ કલસરિયા અમલાણી કહે છે કે હાયપોસ્પેડિયાસ આશરે, દર ૨૫૦ નવજાત નર બાળકમાંથી એક માં જોવા મળે છે. માં-બાપ પોતાના બાળકની આ ગંભીર સ્થિતિ જોઈને ખુબ ચિંતામાં રહે છે. મુંબઈ-દિલ્લીની હોસ્પિટલમાં જવું પડતું હોય છે અને કેટલાક તો વિદેશની હોસ્પિટલમાં પણ સર્જરી માટે જતા હોય છે. આ પ્રકારની અનેક સમસ્યાઓ નું નિવારણ યુરોકર હોસ્પિટલમાં થશે. સ્પેશ્યલ દૂરબીન દ્વારા થતાં ઓપરેશન, રીક્નસ્ટ્રક્ટિવ સર્જરી પણ થશે. ડો. ધૃતિ કલસરીયા અમલાણીએ એમ.એસ. (જનરલ સર્જરી)નો અભ્યાસ વી.એસ.હોસ્પિટલ અને એન.એચ.એલ. મેડિકલ કોલેજ-અમદાવાદથી કરેલ છે. તેમણે એમ.સી.એચ. (પીડિયાટ્રિક સર્જરી)નો અભ્યાસ બી. જે. મેડિકલ કોલેજ-અમદાવાદ ખાતે પૂર્ણ કર્યા છે જેમાં તેમણે સમગ્ર ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે. તેઓ સૌરાષ્ટ્ર-કચ્છના પ્રથમ બાળકોના યુરોલોજીસ્ટ છે. તેમણે વિશ્વની ખ્યાતનામ પીડિયાટ્રિક હોસ્પિટલોમાં પીડિયાટ્રિક યુરોલોજીની તાલીમ મેળવેલ છે અને Hypospadias Surgeries ના પ્રણેતા Dr. Warren Snodgrassની હોસ્પિટલમાં પણ અનુભવ મેળવી નિપુણતા પ્રાપ્ત કરેલ છે.
રાજકોટમાં કિડની રોગની આંતરરાષ્ટ્રીય કક્ષાની સારવાર મળશે. યુરોકેર કિડની હોસ્પિટલમાં મેડિકલ ટુરિઝમ હેઠળ, વિદેશથી આવતા દર્દીઓ ને પણ સૌથી ઉચ્ચ ધોરણની સારવાર, ખાવા-પીવા અને રહેવાની વ્યવસ્થા પ્રદાન કરવામાં આવશે અને ‘સર્વે સંતુ નિરામયા'ની પ્રાર્થના સાથે, ડો અમલાણી અને સમસ્ત તબીબોની ટીમ, શ્રેષ્ઠ સારવાર ના સતત પ્રયાસ કરતા રહેશે.
આ ઉપરાંત જરૂરિયાતમંદ દર્દીઓ માટે ડો.અમલાણી તથા તેમની ટીમ દ્વારા- સૌરાષ્ટ્ર-સ્ટોન ક્લિનિક હોસ્પિટલ, વિદ્યાનગર મેઈન રોડ ખાતે, સરકારશ્રીની ‘મા' યોજના અને પી એમ જય યોજના હેઠળ નિઃશુલ્ક સારવાર થશે.
ઉપલબ્ધસર્વિસ- સુવિધાઓ
* સ્ટોન કિલનીક
* પ્રોસ્ટેટ ક્લિનીક
* યુરો લેપ્રોસ્કોપી
* યુરો ઓન્કોલોજી
* પિડીયાટ્રીક યુરોલોજી
* રિકંસ્ટ્રકિટવ યુરોલોજી
* એન્ડ્રોલોજી
* યુરોડાયનેમિક ડીપાર્ટમેન્ટ
* ફીમેલ યુરોલોજી
* કિડની ટ્રાન્સપ્લાન્ટ