News of Friday, 22nd September 2023
રાજકોટ તા. રર : આગમી તા. ર૬ને મંગળવારના રોજ ઓશો નવ સન્યનાસ દિવસ તથા ઓશો ગીતા-નિવૈદિતા ધ્યાન મંદિરના માં યોગ નિવૈદિતાજી (રમાબેન કામદાર) ની પ્રથમ વાર્ષિક નિર્વાણતીથી નિમિતે સ્વામિ સત્ય પ્રકાશે ઓશો ગીતા-નિવૈદિતા ધ્યાન મંદિરે બપોરે ૩ થી રાત્રીના ૮ દરમ્યાન ઓશો ધ્યાન શિબિરનું આયોજન કરેલ છે. આ ઓશો ધ્યાન શિબિરનું સંચાલન યોગા માસ્ટર માં પ્રેમ નંદિની (નીના જોષી) કરવાના છે. શિબિર દરમ્યાન ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો સંધ્યા ધ્યાન, નિર્વાળ માં યોગ નિવૈદિતા (રમાબેન કામદાર)ને ગુરૂવંદના, સત્ સત્ ગુરૂ ગુમકો પ્રણામ...નમો અરીહંતાળમ્ કિર્તન સાથે હૃદયાંજલી પુષ્પાંજલી અર્પણ કરવામાં આવશે તથા તેમની સાથેના સંસ્મરણો સ્વામી સત્ય પ્રકાશ તથા અન્ય સન્યાસીઓ દ્વારા સૌર કરવામાં આવશે. ઓશો ગીતા-નિવૈદિતા પુસ્તક તથ મેગેઝીનની નવી લાઇબ્રેરીનુ ઉદ્દઘાટનમાં ધર્મ નિવૈદિતા (ભાનુબેન ગીરીષભાઈ) દ્વારા કરવામાં આવશે સન્યાસ ઉત્સવ બાદ રાત્રે ૮ વાગ્યે મહાપ્રસાદ (હરિહર) નું આયોજન કરવામાં આવ્યું છે.
મહાપ્રસાદ બાદ રાત્રે ૮-૩૦ વાગ્યે રાધીકા મ્યુઝીકલ ગ્રુપના ઓશો નાઇઝર દ્વારા જોષી તથા તેમના ગ્રુપના એચ.કે.લીયા, હર્ષીલ, દિપા ચાવડાના જુના-નવા પિકચરોના ગીતો ગઝલો-ભજનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ર૬ સપ્ટેમ્બર ઓશો નવ-સન્યાસ દિવસ
સૌદર્ય જયા સોળે કલાએ ખીલી રહ્યું રહ્યું છે. એવા હિમાચલ પ્રદેશના મનાલીમાં એક ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવેલ આ સાધના શિબિર આચાર્યશ્રી રજનીશજી (ઓશો) ના સાનિધ્યમાં રાખવામાં આવેલ તા.રર સપ્ટે. ૭૦ થી પ ઓકટો.૭૦ સુધી યોજાયેલ આ શિબિરનો વિષય હતો શ્રી કૃષ્ણ લીલા અને શ્રીકૃષ્ણનુ વિરલ વ્યકિતત્વ કૃષ્ણલીલાનું અદ્દભૂત રહસ્ય અને ગીતાની ગહનતા અને ગંભીરતાનું રસપાન આચાર્યશ્રી જેવી મૌલીક વિભૂતિના મુર્ખથી કરવું એ જીવનનો મહામુર્લો અવસર હતો આ શિબિર દરમ્યાન ર૬ સપ્ટેમ્બર ૭૦ નારોજ આચાર્યજીએ ક્રાંતિના એક નવા કદમની ઘોષણા કરી અને તે નવ સન્યાસની ભારતીય સંસ્કૃતિનું અમરવેલનું પુષ્પ તે સન્યાસ છે અને આ મહામુલુ ફુલ બચાવી લેવું જોઇએ પરીણામે સ્વરૂપ ત્થા હાજર રહેલામાંથી ર૧ જેટલા ભાઇ-બહેનોએ ઝીલી અને સન્યાસ ધારણ કર્યો આ દિવસથી ઓશો જગતમાં નવ સન્યાસ દિવસ હરસાલ ઉજવાય રહ્યો છે.
નોંધઃ હરસાલની જેમ આ વર્ષે પણ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર ઓશો નવ સન્યાસ ધ્યાન શિબિરનું આયોજન કરેલ તે હવે ઓશો ગીતા-નિવૈદિતા ધ્યાન મંદિર પર રાખવામાં આવેલ છે અને ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરનું આયોજન કેન્સલ કરેલ છે
ઉપરોકત ઓશો નવ સન્યાસ શિબિર તથા નિર્વાણમાં નિવૈદિતાના હૃદયાંજલી પુષ્પાંજલી કાર્યક્રમમાં સહભાગી થવા ઓશો સન્યાસી તથા પ્રેમી મીત્રોને સ્વામિ સત્ય પ્રકાશે હાર્દિક અનુરોધ કરેલ છે.
સ્થળઃ ઓશો ગીતા-નિવૈદિતા ધ્યાન મંદિર કિસાનપરા ચોક, એ.જી.ઓફિસ પાછળ, શકિત કોલોની મેઇન રોડ રાજુભાઇ ફુલવાળાની બાજુમાં રાજકોટ
વિશેષ માહિતી તથા એસ.એમ.એસ. દ્વારા નામ નોંધણી કરાવવા માટે સ્વામિ સત્ય પ્રકાશ ૯૪ર૭ર પ૪ર૭૬, સંજીવ રાઠોડ ૯૮ર૪૮ ૮૬૦૭૦