Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

ગણેશ મહોત્‍સવમાં દાનપેટીની ચોરીના ગુનામાં પકડાયેલ આરોપીનો નિર્દોષ છુટકારો

રાજકોટ તા. રરઃ અત્રે ગણેશ મહોત્‍સવમાં દાનપેટીની ચોરી સબબના કેસમાં પકડાયેલ આરોપીઓનો નિર્દોષ છુટકારો કોર્ટે ફરમાવેલ હતો.

આ કેસની હકીકત એવી છે કે, સને ર૦રર માં કેપીટલ માર્કેટ કોમ્‍પલેક્ષમાં ગણપતિ મહોત્‍સવનું આયોજન કરેલ હતું. સદરહું મહોત્‍સવમાં અજાણ્‍યા ઇસમ દ્વારા મહોત્‍સવ દરમ્‍યાન રખાયેલ દાનપેટીની ચોરી કરીને લઇ જતા ત્‍યાંના ચોકીદાર દ્વારા ફરીયાદ દાખલ કરવામાં આવેલ હતી. જેમાં પોલીસ તપાસ દરમ્‍યાન એક પુરૂષ અને બેસ્ત્રીઓ સી.સી.ટી.વી.માં દાનપેટી લઇ જતા તેમની અટક કરીને કોર્ટ સમક્ષ હાજર કરેલ હતા.

આ કેસ કોર્ટમાં ચાલી જતા, આ કામના તહોમતદારો વતી એડવોકેટ વિપુલ આર. સોંદરવા રોકાયેલ હતા, જેઓએ હાજર રહેલ ફરીયાદી, તમામ પંચો, સાહેદો અને તપાસ કરનાર અમલદાર વગેરેની ઉલટતપાસ કરીને કેસની હકીકતોમાં વિરોધાભાસ કોર્ટના ધ્‍યાને લઇ આવેલ હતા, તે ઉપરાંત કેસની ખરી હકીકતોને કોર્ટ સમક્ષ રજુ રાખીને આ કામના તહોમતદારોને નિર્દોષ છોડાવેલ છે.

આ કામના તહોમતદારોને નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે. આ કેસમાં તહોમતદાર વતી એડવોકેટ શ્રી વિપુલ આર. સોંદરવા તથા સોનલ એમ. સોંદરવા રોકાયેલા છે.

(4:09 pm IST)