Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

રહેવર સ્‍કુલમાં ગણેશોત્‍સવ

 રહેવર સ્‍કુલમાં ભકિતભાવપૂર્વક ગણેશ ભગવાનની આરાધના થઇ રહી છે. આ પ્રસંગે શાળાના તેમજ અન્‍ય બાળકો માટે વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન થઇ રહ્યું છે. જેમાં વિજેતા બાળકોને ઇનામ અને સર્ટીફીકેટ આપવામાં આવે છે. અતિથિ વિશેષ પદે ફેમીલી પ્‍લાનીંગ એસો. ઓફ ઇન્‍ડીયાની રાજકોટ શાખાના ચેરપર્સન એચ.આર.જરીયા, બ્રાન્‍ચ મેનેજર મહેશભાઇ રાઠોડ, નિકુંજભાઇ જગતીયા, રાઠોડ ઉર્વીશીબેન, અંજલીબેન દવે ઉપસ્‍થિત રહેલ. કાર્યક્રમને સફળ બનાવવા જયરાજસિંહ રહેવરના માર્ગદર્શન હેઠળ ખુશી ટીચર, ગીતા ટીચર, જયસરે જહેમત ઉઠાવી હતી તે પ્રસંગની તસ્‍વીરી ઝલક.

(4:05 pm IST)