Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

રવિવારે માણો બોલીવુડના કપૂર પરિવાર પર ફિલ્‍માવેલ હિટ ગીતોનો ભરપુર આનંદ

રાજકપૂર થી લઇ રણબીર કપૂર પર ફિલ્‍માવેલ સુમધુર ગીતોને કંઠ આપશે મુંબઇના ધુરંધર ગાયકો પ્રાજક્‍તા સાતરદેકર, પી. ગણેશ, હામીદ ખાન અને ગોવિંદ મિશ્રા બોલીવુડ ખાતેના કપૂર પરિવાર પર ફિલ્‍માવેલા હૈયે વસેલા સુમધુર ગીતો રાજકોટવાસીઓને પીરસવામાં આવશે

રાજકોટ, તા.૨૨ : મિલે સુર મેરા તુમ્‍હારા તો સૂર બને હમારા' સાત સૂરો નો સંગમ એટલે સંગીત. જીવનમાં સંગીત નુ મહત્‍વ ખુબ જ રહેલુ છે. ગમે તેવા થાકેલા હારેલા માણસ ને પણ સંગીત નાચતા કરી દે છે. તો આગામી રવિવાર તા.૨૪.૯.૨૦૨૩ ના રોજ પણ તાલ-તરંગ દ્વારા પ્રસ્‍તુત અવિસ્‍મરણીય કાર્યક્રમને માણવા અને નાચવા થઇ જાવ તૈયાર. જી હા..! રવિવારે રાત્રે ૯.૩૦ કલાકે હેમુગઢવી ઓડિટોરીયમ ખાતે બોલીવુડના ગાયકો સુવર્ણયુગના કપૂર પરિવાર પર ફિલ્‍માવેલ હિટ્‍સ ઓફ કપૂર' ના યાદગાર ગીતોની રમઝટ બોલાવશે. પ્રાજક્‍તા સાતરદેકર (વોઇસ ઓફ લતાજી/આશાજી), પી ગણેશ (વોઇસ ઓફ કિશોર કુમાર), હામીદ ખાન (વોઇસ ઓફ રફિ સાહેબ) અને ગોવિંદ મિશ્રા (વોઇસ ઓફ મુકેશ) એક એક થી ચઢિયાતા ગીતો રજુ કરી લોકોને મંત્રમુગ્‍ધ કરશે.

તાલ તરંગ ગ્રૂપના ભારતીબેન નાયક દ્વારા આયોજીત આ હિટ્‍સ ઓફ કપૂર રાજકોટમાં પહેલીવાર રજુ થવા જઇ રહ્યો છે. ભારતીબેને જણાવ્‍યું હતું કે, સંગીતપ્રેમી રાજકોટવાસીઓ માટે દર વખતે કંઇક નવું આપવાના પ્રયોજન સાથે અમે આ વખતે બોલીવુડ ખાતેના કપૂર પરિવારના અવિસ્‍મરણીય ગીતો રજુ કરવા જઇ રહ્યા છીએ. અન્‍વેષા, સુદેશ ભોંસલે, સંજીવની ભેલાંદે, મોહમ્‍મદ સલામત, સારિકા સિંઘ, આશીષ કુલકર્ણી અને ઇશિતા વિશ્વકર્મા જેવા બોલીવુડના પ્રખ્‍યાત ધુરંધર ગાયકોને રાજકોટમાં લાવ્‍યાનો આનંદ છે. સંગીતમાં રાજકોટને હજુ ઘણું આપવું છે ત્‍યારે આ વખતે અમે હિટ્‍સ ઓફ કપૂર્સ ના એવરગ્રીન ગીતો લઇને આવ્‍યા છીએ.

આ માણવા જેવા કાર્યક્રમમાં રાજકપૂર, ઋષી કપૂર, શમ્‍મી કપૂર, રણધીર કપૂર, રાજીવ કપૂર, રણબીર કપૂર સહિત કપૂર પરિવાર પર ફિલ્‍માવેલ લાજવાબ ગીતોને રજુ કરશે મુંબઇના પ્રખ્‍યાત ગાયકો પ્રાજક્‍તા સાતરદેકર (વોઇસ ઓફ લતાજી/આશાજી), પી ગણેશ (વોઇસ ઓફ કિશોર કુમાર), હામીદ ખાન (વોઇસ ઓફ રફિ સાહેબ) અને ગોવિંદ મિશ્રા (વોઇસ ઓફ મુકેશ). આ તમામ કલાકારોએ અનેક લાઇવ શો કર્યા છે તેમજ બોલીવુડના ધુરંધર સંગીતકારો અને ગાયકો સાથે પણ પ્રોગ્રામ આપ્‍યા છે. ઉપરાંત પ્રખ્‍યાત એન્‍કર અને ગાયિકા મનીષા કરંદીકર તેમજ વન મેન કોમેડી શો ફેઇમ અરવિંદ શુક્‍લા કરશે. જયારે ઓરકેસ્‍ટ્રા સંદિપ ક્રિનનું રહેશે.

રાજકોટમાં આ પહેલા પણ ફિલ્‍મી ગીતોના કાર્યક્રમો થતા પણ બોલીવુડના ધુરંધર ગાયકોને રાજકોટમાં લાવવાની હિંમ્‍મત બહુ ઓછા લોકો ક્‍યારેક જ કરી શક્‍યા હતા. જયારે ભારતીબેન નાયકે તાલતરંગ ગ્રૂપ શરૂ કરી બોલીવુડના શ્રેષ્ઠ ગાયક - ગાયિકાઓને રાજકોટ લાવી અહિંના સંગીત રસિયાઓને અનોખી ભેટ આપી છે. ભારતીબેન નાયક દ્વારા રાજકોટમાં તાલ તરંગ ક્‍લબ શરૂ થયા પછી અહિંના લોકોને તેમના ટેસ્‍ટનું સંગીત લાઇવ સાંભળવાની તક મળી છે. તેઓ ઓરકેસ્‍ટ્રાના કલાકારો પણ મુંબઇથી લઇ આવે છે. સાથે કોરસ સીંગરોને પણ ખાસ મુંબઇથી બોલાવે છે. પરિણામે લોકોને ક્‍વોલિટી અને ઓરીજનલ સંગીત લાઇવ સાંભળવા મળે છે. આગામી સમયમાં પણ લોકો જેને લાઇવ સાંભળવાનુ કે જોવાનું સપનેય ન વિચારી શકતા હોય એવા નામી કલાકારોને ભારતીબેન નાયક રાજકોટ લાવી સંગીત પ્રેમીઓના સપનાઓ પૂર્ણ કરશે ત્‍યારે આ હિટ્‍સ ઓફ કપૂર્સ ના કાર્યક્રમને માણવા કપલ અને ગ્રૂપ સાથે જોડાવા તેમજ આ શોની ટીકિટ મેળવવા, શો સંપર્ક તેમજ સ્‍પોન્‍સરશીપ માટે ૯૮૯૨૬૨૫૭૬૮, ૬૩૫૨૮૪૧૪૫૧ (ઓનલાઇ ટીકીટ બુકિંગ જી-પે) તેમજ ૭૪૩૫૦૪૪૭૨૧ પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

 

તાલ-તરંગ' ગ્રૂપમાં આજે જ

જોડાવ : પછી કહેતા નહી

અમે રહી ગયા !

ભારતીબેન નાયક દ્વારા રાજકોટમાં તાલ તરંગ ક્‍લબ શરૂ થયા પછી અહિંના લોકોને તેમના ટેસ્‍ટનું સંગીત લાઇવ સાંભળવાની તક મળી છે. તેઓ ઓરકેસ્‍ટ્રાના કલાકારો પણ મુંબઇથી લઇ આવે છે. સાથે કોરસ સીંગરોને પણ ખાસ મુંબઇથી બોલાવે છે. પરિણામે લોકોને ક્‍વોલિટી અને ઓરીજનલ સંગીત લાઇવ સાંભળવા મળે છે. આગામી સમયમાં પણ લોકો જેને લાઇવ સાંભળવાનુ કે જોવાનું સપનેય ન વિચારી શકતા હોય એવા નામી કલાકારોને ભારતીબેન નાયક રાજકોટ લાવી સંગીત પ્રેમીઓના સપનાઓ પૂર્ણ કરશે ત્‍યારે આ હિટ્‍સ ઓફ કપૂર્સ ના કાર્યક્રમને માણવા કપલ અને ગ્રૂપ સાથે જોડાવા તેમજ આ શોની ટીકિટ મેળવવા, શો સંપર્ક તેમજ સ્‍પોન્‍સરશીપ માટે ૯૮૯૨૬૨૫૭૬૮, ૬૩૫૨૮૪૧૪૫૧ (ઓનલાઇન ટીકીટ બુકિંગ જી-પે) તેમજ ૭૪૩૫૦૪૪૭૨૧ પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

 

(4:04 pm IST)