Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

ભાજપ યુવા મોરચા દ્વારા રકતદાન કેમ્‍પ

 દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીનો જન્‍મદિવસ સેવામય ઉજવવાના હેતુથી શહેર ભાજપ યુવા મોરચા દ્વારા તમામ વોર્ડમાં રકતદાન કેમ્‍પ યોજાઇ રહ્યા છે તે અંતર્ગત વોર્ડ નં.૧,૧૩,૧૪,૧૫,૧૮ રકતદાન કેમ્‍પ યોજવામાં આવેલ હતા. શહેરના તમામ વોર્ડમાં મહાઆરતીના કાર્યક્રમ પણ યોજવામાં આવ્‍યા હતા. આ તકે મુકેશભાઇ દોશી, ડો.દર્શિતાબેન શાહ, ઉદયભાઇ કાનગડ, રમેશભાઇ ટીલાળા, ગુજરાત પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી ડો.નરેશ દેસાઇ, પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ મનીષભાઇ સંઘાણી, પ્રદેશ યુવા મોરચાના મંત્રી નિલેશ ચુડાસમા, અશ્‍વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્‍દ્રસિંહ ઝાલા, શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ કીશન ટીલવા, મહામંત્રી હેમાંગ પીપળીયા, મનહરભાઇ બાબરીયા સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:03 pm IST)