Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

શ્રી રણછોડદાસ બાપુના આશ્રમ દ્વારા આસો માસમાં શ્રી રામચરિત માનસજીનાં નવાહ પાઠ

રાજકોટ,તા.૨૨ : શ્રી સદ્દગુરૂ સદન ટ્રસ્‍ટ સંચાલિત પૂ. શ્રી રણછોડદાસબાપુ આશ્રમ ખાતે આસો સુદ-૧ થી આસો સુદ-૯ સુધી તા. ૧૫/૧૦/૨૦૨૩ રવિવારથી તા. ૨૩/૧૦/૨૩ સોમવાર સુધી શ્રી રામ ચરિત માનસજીના નવાહ પાઠનું આયોજન નીજ મંદિર હોલ, શ્રી સદ્દગુરૂ આશ્રમ ખાતે કરવામાં આવેલ છે.

વ્‍યાસપીઠ ઉપર વિખ્‍યાત વિદ્વાન શાષાી,રામાયણી ચિત્રકુટ ધામ વાળા પુજય શ્રી પ્રભુદાસજી અગ્નિહોત્રી વ્‍યાસજી તેમની સમધુર વાણી સાથે શ્રી રામાયણજીનાં નવા પાઠનું સંગીતમથી શૈલીમાં રસપાન કરવાશે.

 શ્રી રામચરિત માનસજીનાં પાઠ નિમિતે ભારતભરમાંથી ૭૦૦ થી પણ વધારે સંત ભગવાન ઉપસ્‍થિત રહે છે, સંત ભગવાનની આ દિવ્‍ય ઉપસ્‍થિતિમાં શ્રી રામચરિતમાનસજીનાં પાઠ કરવામાં આવશે. તે આ અલભ્‍ય દર્શનનો લાભ લેવા તથા સંત દર્શનનો અમૂલ્‍ય લાભ લેવા ભાવભર્યું હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે.  જે કોઈ ધર્મપ્રેમીભાઈ બહેનો શ્રી રામચરિતમાનસ પાઠમાં બેસવા ઈચ્‍છતા હોય તેઓએ પોતાના નામ ડોનેશન  વિભાગમાં નોંધાવી જવા અથવા મો.૯૫૮૬૩૦૮૧૭૮ ઉપર જાણ કરવા જણાવાયું છે.

(3:52 pm IST)