Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

૭પ અને ૫૨ વર્ષના રાજકોટના દોડવીરો આંતરરાષ્‍ટ્રીય મેરેથોનમાં ઝળકયા

નિરંજન મહેતા (પર)એ લદાખમાં માઇનસ ડીગ્રી તાપમાનમાં ૧રર કિ.મી. અંતર કાપ્‍યું : બેક ટુ બેક ૪ર કિ.મી.ની ફુલ મેરેથોન પણ પુર્ણ કરી : ૭પ વર્ષના છગનલાલ ભાલાણીએ પાંચમી વખત સતારા હિલ હાફ મેરેથોન પુર્ણ કરી બીજુ સ્‍થાન હાંસલ કર્યુ

રાજકોટ, તા., રરઃ રાજકોટ શહેરના  ૭પ અને પર વર્ષના  બે દોડવીરોએ યુવાનોને પણ શરમાવે તેવું  પ્રદર્શન આંતરરાષ્‍ટ્રીય કક્ષાની મેરેથોનમાં કર્યુ છે.

રાજકોટ રનર્સ એસોસિએશનના ગૌરવ અને મક્કમ મનોબળ ધરાવતા સભ્‍ય  દિગ્‍ગજ અલ્‍ટ્રા રનર અપૂર્વ નિરંજનભાઈ  મહેતા (૫૨વર્ષ) એ ગઈ ૭સપ્‍ટેમ્‍બરના રોજ વિશ્વની પ્રખ્‍યાત સિલ્‍ક રૂટ અલ્‍ટ્રા લદાખ મેરેથોન ૨૦૨૩ ( ૧૭૬૧૮ ફિટ ) ની ઊંચાઈ ઉપર વિષમ પરિસ્‍થિતિમા કે જ્‍યાં માઇનસ ડિગ્રી તાપમાન હોય હાડ થીજાવતી ઠંડીમા કે જે ખરદૂંગલા પાસ, નુંબ્રા વેલીથી લેહ સુધી ૧૨૨ કિલોમીટર નું અંતર ૨૦ કલાક ૨૮ મિનિટ મા દોડી અને પૂર્ણ કર્યુ હતું. એટલું જ નહિ બેક ટુ બેક  ૧૦ તારીખે ત્‍યાંજ ૪૨ કિલોમીટરની ફૂલ  મેરેથોન પણ પૂર્ણ કરી હતી.  આ માટે તેમણે ૬ મહિના ની સખત પ્રેક્‍ટિસ કરી તૈયારી હતી ,સાથે ત્‍યાં ૧૭દિવસનુ રોકાણ પણ કરેલ હતું

એસોસીએશનના  બીજા એક સિનિયર  સભ્‍ય   ૭૫ વર્ષ ની ઉંમર છગનલાલ ભાલાણી  (BOSTON MARATHON QUALIFIER) કે જે ભારત ખાતે ઘણી મેરેથોન દોડી ચુકયા છે અને પોડીયમ ફિનિશર બનતા હોય છે. આ વખતે ૩જી સપ્‍ટેમ્‍બર ના રોજ તેમણે ૫મી વખત સતારા હિલ હાલ્‍ફ મેરેથોન ૨૧કિલોમીટર   પૂર્ણ કરી અને બીજું  સ્‍થાન પ્રાપ્ત કર્યું છે . છગનભાઇ એ ગયા વર્ષે મુંબઈ મા(TATA MARATHON )મા ભાગ લઇ વિશ્વ ની પ્રખ્‍યાત મેરેથોન બોસ્‍ટન કવોલીફાઈ થયા છે. આ મેરેથોનમાં ૧૬૦ દેશના લોકો દોડવા આવે છે . દરેક રનરની ઈચ્‍છા એકવાર  ત્‍યાં દોડવાની હોય છે. ૧૫મી એપ્રિલ ૨૦૨૪ના રોજ ત્‍યાં જવા માટેનું  રજીસ્‍ટ્રેશન પણ થઇ ગયું છે. તેઓ અત્‍યાર સુધી ૨૭ મેરેથોન દોડી ચુકયા છે અને ૧૯વખત પોડીયમ ફિનિશર બનેલા છે તે એક ગૌરવની વાત છે

આ બંને રાજકોટ  રનર્સ એસોસિએસન ના સભ્‍યો એ રાજકોટ નું નામ  રોશન કર્યું છે. બંન્ને દોડવીરો ઉપર  અભિનંદન અને શુભેચ્‍છાઓ વરસી રહી છે. રનર્સ એસોસીએશનના ડો. દિપ્‍તીબેન અને ડો. દેવેનદ્ર રાખોલીયા  સહીતના સભ્‍યોએ બંન્નેને બિરદાવ્‍યા હતા. 

(3:50 pm IST)