Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

રાષ્‍ટ્રભાષા પ્રચાર સમિતિ દ્વારા હિન્‍દી દિવસ નિમિતે યોજાયો હિન્‍દી પુસ્‍તક લોકાર્પણ સમારોહ

રાજકોટ તા. રર :.. હિંદી દિવસ નિમિતે રાષ્‍ટ્રભાષા પ્રચાર સમિતિ વર્ધાના રાજકોટ કેન્‍દ્ર દ્વારા લોકવિજ્ઞાન કેન્‍દ્ર રેસકોર્સ, રાજકોટના સભાગારમાં સમારોહ યોજવામાં આવ્‍યો હતો. હિંદી દિવસના સંદર્ભે બાળકો માટે ત્રણ સ્‍પર્ધાઓ પૈકી હિન્‍દી નિબંધ, કહાની કથન, દેશભકિત ગીત યોજવામાં આવી હતી તેમજ પુરસ્‍કાર વિજેતાઓને ઇનામ તથા દરેક પ્રતિભાગીને મોમેન્‍ટો આપવામાં આવેલ.

સમારોહમાં મંચસ્‍થ મહાનુભાવો પૈકી શ્રી મનસુખભાઇ જોશી, પૂર્વ શ્રમ મંત્રી અને પ્રમુખ ડો. એસ. પી. શર્મા, વિશેષ અતિથિ, ડો. દક્ષા જોશી, મુખ્‍ય અતિથિ પ્રો. દિલીપભાઇ આશર, વિશેષ અતિથી, (જામનગર), પ્રો. દેવેન્‍દ્ર આચાર્ય, વિશેષ અતિથી તરીકે ઉપસ્‍થિત રહ્યા હતાં.

જનાર્દન પંડયા, મહામંત્રીની રાહબરી નીચે દીપક પંડયા, પૂર્વ રાજભાષા અધિકારી બીએસએનએલ, રાજકોટે કાર્યક્રમનું સંચાલન કર્યુ હતું. એમ. જે. ચંદે, રાષ્‍ટ્રભાષા અધિકારી, સી. આર. મઢવી, સહરાષ્‍ટ્રભાષા અધિકારી, પરેશ પંડયા, સમન્‍વય અધિકારી તેમજ વિશાલ વરિયા, બાબુભાઇ નાયક, એલ. કે. સૈયદ, હરેશ રાજયગુરૂ, હિમતભાઇ લાબડિયા, યશવંત જનાણી વિગેરેએ પ્રશંસનીય યોગદાન આપ્‍યું હતું.

આ તકે ડો. દક્ષા જોશીના ચાર હિન્‍દી પુસ્‍તકોનું લોકાર્પણ કરી રાજકોટની હિંદી વિષયક ગતિવિધીઓમાં અભૂતપૂર્વ કાર્યની વિશેષ નોંધ લેવામાં આવી હતી. ડો. દક્ષા જોશીને રાષ્‍ટ્રભાષાના સર્વોચ્‍ચ પુરસ્‍કાર રાજકોટ રાષ્‍ટ્રભાષા રત્‍ન' થી વિભૂષિત કરવામાં આવ્‍યાં હતાં.

પ્રાંતિય સમિતિ દ્વારા વિગત વર્ષ માટે રાજુભાઇ પરીખ, મહાત્‍મા ગાંધી શૈક્ષણીક સંકૂલ, રાજકોટને પંડિત રામેશ્વર દયાલ દૂબે' પુરસ્‍કારથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતાં.

આ પ્રસંગે હેલો ગુજરાતના નિયામક સરસ્‍વતિચંદ્રજી ખાસ હાજર રહ્યા હતાં. ડો. હેલીબેન ત્રિવેદી, ડો. ગિરીશ ત્રિવેદી, ડો. કંટારીયા, ડો. શૈલેષ મેહતા, ડો. ભાયાણી, ત્રંબકભાઇ જોશી, કાનૂની સલાહકાર, ત્રિવેદીજી, ડીસ્‍ટ્રીકટ કોર્ટ જજ, અનેક મહાવિદ્યાલયોના ગણમાન્‍ય આચાર્યો, પ્રોફેસરો, મહિલાઓ ખુબ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલ. 

(3:49 pm IST)