Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

મિત્રએ મિત્રને આપેલ ચેક રિટર્નના કેસમાં આરોપી મિત્રને એક વર્ષની સજા ફરમાવતી કોર્ટ

રાજકોટ,તા. ૨૨ : શહેરમાં રહેતા યુવકે મિત્રતાના દાવે આપેલી હાથ ઉછીની રકમ પરત કરવા આપેલા બે ચેક રિટર્ન  કેસમાં મિત્રને એક વર્ષની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે.

વધુ વિગત મુજબ શહેરમાં સહકાર સોસાયટીમાં રહેતા ભાવિક મનોજભાઈ મંદિરે મિત્રતાના દાવે વિમલ ભીખુભાઈ ચાઉ પાસેથી હાથ ઊંછીના રૂપિયા ૯ લાખ લીધા હતા. જે રકમ ચૂકવવા માટે રૂપિયા ચાર લાખ અને પાંચ લાખના બે ચેક આપ્‍યા હતા. જે બંને ચેક બેંકમાંથી વગર વસૂલાતે પરત ફરતા જે અંગેની કાયદાકીય જોગવાઈ મુજબ નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં રકમ ન ચૂકવતા અદાલતમાં ફરિયાદ કરી હતી.

કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ ફરિયાદીના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલ તેમજ દસ્‍તાવેજી પુરાવા , હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના પ્રસ્‍થાપિત થયેલા ચુકાદાઓને ધ્‍યાને લઇ અદાલત તે ભાવિક મનોજ મંડીરને તકસીરવાન ઠેરવી એક એક વર્ષની સાદી કેદની સજા અને ફરિયાદીને વળતર પેટે ૯ લાખ બે માસમાં ચૂકવી આપવા હુકમ કર્યો છે. જો સમય મર્યાદામાં રકમ ન ચૂકવે તો વધુ ૬ માસની સાદી કેસની સજા નો હુકમ કર્યો છે.

આ કામના ફરીયાદી વિમલભાઈ  ચાંઉ તરફે  એડવોકેટ તરીકે અભય ભારદ્વાજ એન્‍ડ એસોસીએટ્‍સનાં  અંશ ભારદ્વાજ, દીલીપ પટેલ, ધીરજ પીપળીયા, ગૌતમ ૫૨મા૨, વિજય પટેલ, અમૃતા ભારદ્વાજ, કલ્‍પેશ નસીત, જીજ્ઞેશ વિરાણી, જીતેન્‍દ્ર કાનાબાર, કમલેશ ઉધરેજા, શ્રીકાંત મકવાણા, તા૨ક સાવંત અને ગૌરાંગ ગોકાણી  રોકાયા હતા.

(3:48 pm IST)