Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

ભાજપ અને મલબાર ગ્રુપ દ્વારા રાશન કિટ વિતરણ અર્થે મળેલ બેઠક

રાજકોટ :.. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ અંતર્ગત પ્રદેશની યોજના અનુસાર ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા અને સમર્પણ અંતર્ગત વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હોય ત્યારે તા. રપ સપ્ટેમ્બર જનસંઘના સ્થાપક પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીનો જન્મ દિવસ ઉજવણી અંતર્ગત શહેર ભાજપ અને મલબાર ગ્રુપ દ્વારા વિધાનસભા-૭૧ માં સમાવિષ્ટ વોર્ડ નં. ૧૧, ૧ર અને ૧૮ ના જરૂરીયાતમંદોને રાશન કીટ વિતરણનો કાર્યક્રમ સાંજે પ કલાકે યોજવામાં આવશે. આ કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે શહેર ભાજપ કાર્યાલય  ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં અને મહામંત્રી કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, રાજુભાઇ બોરીચા, મલબાર ગ્રુપના વિજયભાઇ મુલચંદાણીની ઉપસ્થિતીમાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં શહર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ, કાર્યાલય મંત્રી હરેશભાઇ જાષી, સંજય બોરીચા, કિરણબેન હરસોડા, રાજુભાઇ માલધારી, કિશન ટીલવા, મનસુખભાઇ વેકરીયા, હરસુખભાઇ માકડીયા, હીતેશ ઢોલરીયા, શૈલેષ બુસા, રવી હમીરપરા સહિતના ઉપસ્થિત રહ્ના હતાં. આ બેઠકમાં કમલેશ મીરાણીએ સેવા અને સમર્પણ અંતર્ગત યોજાનાર કાર્યક્રમોની માહિતી તેમજ વિધાનસભા-૭૧ માં રાશન કીટ વિતરણ કાર્યક્રમ અંગે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ હતું. 

(4:29 pm IST)