Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

પોલીસ હેડકવાર્ટરમાં રિવર્સમાં આવેલા ડમ્પરની ઠોકરે ચડતાં બાળકને ઇજા

પોલીસ કર્મચારીનો પુત્ર સાઇકલ સહિત ઠોકરે ચડ્યો

રાજકોટઃ શહેરના પોલીસ હેડકવાર્ટરમાં પોલીસ આવાસ બની રહ્યા હોઇ આ સાઇટ પર સતત ડમ્પર સહિતના ભારે વાહનો માલસામાની હેરફેર માટે આવ-જા કરતાં રહે છે. દરમિયાન આજે એક ડમ્પરના ચાલકે ઓચિંતા ડમ્પર રિવર્સ લેતાં પાછળ પોલીસ કર્મચારીનો દિકરો રૂદ્ર રઘુભાઇ (ઉ.વ.૭) સાઇકલ ફેરવતો હોઇ તે ઠોકરે ચડી જતાં ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતાં પીઆઇ કોટડીયા, બિપીનભાઇ પટેલ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને ઘાયલ બાળકને સારવાર માટે ખસેડવા પ્રબંધ કર્યો હતો. ડમ્પર ચાલકને હવે પછી કલીનર સાથે રાખવા સુચના અપાઇ હતી. બાળકને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પ્ર.નગરના એએસઆઇ હરેશભાઇ રત્નોતર અને માયાબેન સાટોડીયા ફરિયાદ નોંધવા પહોંચ્યા હતાં. પરંતુ ઘરમેળે સમાધાન કરી લેવાયું હોઇ ફરિયાદ નોંધાવાઇ નહોતી. 

(3:56 pm IST)