Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

આબુથી શોખ માટે લીધેલી એરગન એમઆર યુવાન માટે મુસીબત બની

ગણપતિ વિસર્જનમાં ઉત્સાહમાં આવી ટોળા વચ્ચે હવામાં ફાયરીંગ કરનાર શૈલેષ યાદવ સામે ગુનો નોંધી ધરપકડ કરાઇઃ વિડીયો વાયરલ થતાં કાર્યવાહી

રાજકોટ તા. ૨૨: શહેરમાં ગણપતિ વિસર્જન વખતે ટોળા વચ્ચે ઉત્સાહમાં આવીને આબુથી શોખ માટે લીધેલી એરગનથી હવામાં ફાયરીંગ કરનાર શખ્સની બી ડીવીઝન પોલીસે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ ગઇકાલે ભગવતીપરા વિસ્તારમાં સાર્વજનીક ગણેશ વિસર્જન વખતે લતાવાસીઓ નાી રહયા હતા તે વખતે એક યુવાને ઉત્સાહમાં આવી પોતાની પાસે રહેલી એરગનથી હવામાં ફાયરીંગ કર્યુ હતું. આ બનાવનો સોશ્યલ મીડીયામાં વિડીયો વાયરલ થતા બી ડીવીઝન પોલીસ મથકના પીઆઇ એમ.બી.ઔસુરા તથા પીએસઆઇ બી.બી.કોડીયાતર, એ.એસ.આઇ. વિરમભાઇ, સલીમભાઇ, હેડ કોન્સ. રશ્મીનભાઇ, અજયભાઇ, મહેશભાઇ, હેમેન્દ્રભાઇ, સંજયભાઇ, પરેશભાઇ, મીતેશભાઇ, જયદીપસિંહ તથા ચાંપરાજભાઇ સહીતે તપાસ શરૂ કરી હતી. તપાસ શરૂ કરી હતી. તપાસમાં નંદનવન સોસાયટીનો આ વિડીયો હોવાનું જાણવા મળતા તે વિસ્તારમાં પહોંચી સ્થાનીક લોકોને આ વિડીયો બતાવતા શૈલેષ નામના શખ્સે ફાયરીંગ કર્યાનું ખુલતા પોલીસે ભગવતીપરા નંદનવન સોસાયટી શેરી નં. ર ના શૈલેષ રામક્રિષ્નસીંગ યાદવ (ઉ.વ.ર૬)ને પકડી લઇ રૂ.૫૦૦ની કિંમતની એરગન તથા છરા કબ્જે કર્યા હતા. પુછપરછમાં શૈલેષ યાદવ મેડીકલ રીપ્રેઝેન્ટેટીવ તરીક નોકરી કરે છે. તે છ મહિના પહેલા આબુથી આ એરગન શોખ માટે લીધી હોવાનું જાણવા મળ્યું છે.

(3:54 pm IST)